Not Set/ કોલેજની વિદ્યાર્થીનીઓને ફ્રીમાં સેનેટરી પેડ આપશે આ રાજ્ય

પેડમેન ફિલ્મે દેશમાં ઘણા વિસ્તારમાં સેનેટરી નેપકીન અંગે યોગ્ય જાગરૂકતા પૂરી પાડી છે.રાજસ્થાનની સરકાર આખા રાજ્યમાં આવેલી ૧૮૯ સરકારી કોલેજોમાં ફ્રી સેનેટરી નેપકીનના મશીન લગાવવા જઈ રહી છે. દેશમાં આવી પહેલ કરનાર રાજસ્થાન દેશનું બીજું રાજ્ય બની ગયું છે  કે જે રાજ્યમાં રહેલ કોલેજની વિદ્યાર્થીઓને ફ્રીમાં સેનેટરી પેડ આપશે.જુલાઈ, ૨૦૧૯થી ૧૮૯ સરકારી કોલેજોમાં આ મશીન […]

India Trending
sanitary napkins sanitary pads કોલેજની વિદ્યાર્થીનીઓને ફ્રીમાં સેનેટરી પેડ આપશે આ રાજ્ય

પેડમેન ફિલ્મે દેશમાં ઘણા વિસ્તારમાં સેનેટરી નેપકીન અંગે યોગ્ય જાગરૂકતા પૂરી પાડી છે.રાજસ્થાનની સરકાર આખા રાજ્યમાં આવેલી ૧૮૯ સરકારી કોલેજોમાં ફ્રી સેનેટરી નેપકીનના મશીન લગાવવા જઈ રહી છે.

દેશમાં આવી પહેલ કરનાર રાજસ્થાન દેશનું બીજું રાજ્ય બની ગયું છે  કે જે રાજ્યમાં રહેલ કોલેજની વિદ્યાર્થીઓને ફ્રીમાં સેનેટરી પેડ આપશે.જુલાઈ, ૨૦૧૯થી ૧૮૯ સરકારી કોલેજોમાં આ મશીન લગાવવામાં આવશે તેવું લાગી રહ્યું છે.

કેરળ આ પહેલ કરનારું દેશનું પ્રથમ રાજ્ય છે.

ઉચ્ચ શિક્ષા વિભાગના ભંવરસિંહ ભાટીએ જણાવ્યું કે વિભાગ દ્વારા સરકારને આ યોજના માટે અઢી કરોડનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.

રાજસ્થાનની કોલેજોમાં કુલ ૨.૮૦ લાખ વિદ્યાર્થીનીઓ ભણી રહી છે જેમાંથી મોટા ભાગની દીકરીઓ ગરીબ પરિવારમાંથી આવે છે. આ વિદ્યાર્થીનીઓમાં તેટલી ક્ષમતા નથી હોતી કે તેઓ સેનેટરી પેડ્સ ખરીદી શકે. આ કદમ ઘણા સંસ્થાનો દ્વારા વ્યાપક જાગરૂકતા ફેલાવ્ય બાદ ઉઠાવવામાં આવી રહ્યો છે.

આ યોજના રાજસ્થાનની નવી સરકારના ૬૦ દિવસના કાર્યક્રમનો એક ભાગ છે. આ કાર્યક્રમ અંતર્ગત સરકારી કોલેજોમાં વિદ્યાર્થીનીઓને ફ્રીમાં શિક્ષણ આપવાનું છે.

તમને જણાવી દઈએ કે મહિલાઓની સ્વાસ્થ્યની જાગરૂકતાને ધ્યાનમાં રાખીને વસુંધરા સરકારે સેનેટરી નેપકીન વેડિંગ મશીન લગાવવાની પ્રથમ પહેલ કરી હતી. એટીએમની જેમ કામ કરનાર આ મશીનને રાજ્ય સરકારે અજમેરમાં ૭૦ જગ્યા પર લગાવ્યું છે. આ મશીન દ્વારા કોઈ પણ મહિલા ૧૦ રૂપિયા નાખીને સેનેટરી પેડ લઇ શકે છે. રાજસ્થાનમાં બનેલી નવી સરકાર આખા રાજ્યમાં દરેક સરકારી કોલેજમાં સેનેટરી પેડના મશીન લગાવવા જઈ રહી છે.