Not Set/ રાજસ્થાન : વસુંધરા સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર ૪ ટકા વેટ ઘટાડવાનો કરાયો નિર્ણય

જયપુર, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલની વધી રહેલી કિંમત અને અમેરિકી ડોલર સામે રૂપિયામાં આવી રહેલા સતત ઘટાડાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારા બાદ વિપક્ષી પાર્ટીઓ દ્વારા વર્તમાન મોદી સરકાર પર સતત હુમલો બોલવામાં આવી રહ્યો છે, ત્યારે હવે ભાજપ શાસિત રાજસ્થાનની વસુંધરા સરકાર દ્વારા પેટ્રોલ […]

India Trending
TH19 MD IQBAL RG523F94FH3jpgjpg રાજસ્થાન : વસુંધરા સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર ૪ ટકા વેટ ઘટાડવાનો કરાયો નિર્ણય

જયપુર,

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલની વધી રહેલી કિંમત અને અમેરિકી ડોલર સામે રૂપિયામાં આવી રહેલા સતત ઘટાડાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારા બાદ વિપક્ષી પાર્ટીઓ દ્વારા વર્તમાન મોદી સરકાર પર સતત હુમલો બોલવામાં આવી રહ્યો છે, ત્યારે હવે ભાજપ શાસિત રાજસ્થાનની વસુંધરા સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર ૪ ટકા વેટ ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Excise cut on fuel રાજસ્થાન : વસુંધરા સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર ૪ ટકા વેટ ઘટાડવાનો કરાયો નિર્ણય
national-rajasthan-vasundhara govt-decided-reduce-4-percent-vat-on-fuel-price

રાજસ્થાનમાં આ વેટ ઘટવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૨ થી ૨.૫૦ રૂપિયા સુધી લોકોને રાહત મળી શકે છે. બીજી બાજુ માનવામાં આવી રહ્યું છે કે, ચાલુ વર્ષના અંતે યોજાનારી રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચુંટણી પહેલા ભાજપનો આ માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ મામલે સતત મોદી સરકાર પાર નિશાન સાધતી રહેલી વિપક્ષી પાર્ટી કોંગ્રેસની પંજાબ અને કર્ણાટકની ગઠબંધન સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વેટ ઘટાડવાનો વિચાર કરવામાં આવી રહ્યો હતો. જો કે આ પહેલા ભાજપ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજસ્થાન ઉપરાંત મહારાષ્ટ્ર સરકાર તરફથી માહિતી સામે આવી છે કે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફળણવીસ પણ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઓછો કરવા માટે વિચાર કરી રહી છે.

મહત્વનું છે કે, દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઇ રહેલા સતત ભાવવધારાના વિરોધમાં કોંગ્રસ દ્વારા મોદી સરકારને ઘેરવા માટે ૧૦ સપ્ટેમ્બરના રોજ ભારત બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ બંધને દેશવ્યાપી બનાવવા માટે અન્ય વિપક્ષી પાર્ટીઓએ પણ સમર્થન આપ્યું છે.