Not Set/ “અયોધ્યામાં રામ મંદિર અંગે બિહારના મુખ્યમંત્રીએ આપી ખાસ પ્રતિક્રિયા

નવી દિલ્હી, ૨૦૧૯માં યોજાનારી ચુંટણી પહેલા વર્ષોથી લંબિત રહેલા રામ મંદિરના નિર્માણ મુદ્દે હવે સિયાસી પારો ખુબ આગળ વધ્યો છે. આ વિવાદને લઈ સામે નેતાઓ – મહંતો કે સંગઠનના આગેવાનો દ્વારા કરવામાં આવી રહેલી નિવેદનબાજી વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની એક પ્રતિક્રિયા સામે આવી છે. નીતિશ કુમારે રામ મંદિર અંગે જણાવતા કહ્યું, “અયોધ્યાના વિવાદિત રામ મંદિરના નિર્માણ […]

India Trending
02THPRIYANITISH "અયોધ્યામાં રામ મંદિર અંગે બિહારના મુખ્યમંત્રીએ આપી ખાસ પ્રતિક્રિયા

નવી દિલ્હી,

૨૦૧૯માં યોજાનારી ચુંટણી પહેલા વર્ષોથી લંબિત રહેલા રામ મંદિરના નિર્માણ મુદ્દે હવે સિયાસી પારો ખુબ આગળ વધ્યો છે. આ વિવાદને લઈ સામે નેતાઓ – મહંતો કે સંગઠનના આગેવાનો દ્વારા કરવામાં આવી રહેલી નિવેદનબાજી વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની એક પ્રતિક્રિયા સામે આવી છે.

નીતિશ કુમારે રામ મંદિર અંગે જણાવતા કહ્યું, “અયોધ્યાના વિવાદિત રામ મંદિરના નિર્માણ મામલો કોર્ટના નિર્ણય દ્વારા જ હાલ કરવો જોઈએ”.

બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ યુનાઈટેડના ચીફ નીતિશ કુમારે આ નિવેદન દિલ્હીમાં મળેલી બિહારમાં બેઠકનો વહેચણી બાદ આવ્યું છે. આ ઉપરાંત તેઓએ કહ્યું, “૨૦૧૯ની લોકસભાની ચુંટણી મંદિરના નામ પર નહિ, પરંતુ વિકાસના મુદ્દા પર લડવામાં આવશે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, બિહારની ૪૦ લોકસભા સીટ અંગે રવિવારે વહેંચણી કરવામાં આવી છે, જેમાં ભાજપ અને JDU ૧૭-૧૭ બેઠકો પર ચુંટણી લડશે, જયારે લોક જનશક્તિ પાર્ટીને ૬ સીટ આપવામાં આવશે.