Not Set/ કેરળ : સબરીમાલા વિવાદ પર હિંસક દેખાવો ચાલુ, ભાજપના સંસદ સભ્યના ઘર પર દેશી બોમ્બથી કરાયો હુમલો

તિરુવનંતપૂરમ કેરળમાં સબરીમાલા મંદિરને લીધે ચાલી રહેલા વિરોધે હિંસક રૂપ ધારણ કર્યું છે. શનિવારે સવારે કેટલાક અજાણ્યા લોકોએ ભાજપના સંસદ સભ્ય વી મુરલીધરનના ઘર પર દેશી બોમ્બથી હુમલો કર્યો છે. Kerala: Country-made bomb hurled at CPI(M) MLA AN Shamseer's residence in Kannur. Police investigation underway pic.twitter.com/ORn99r90yC— ANI (@ANI) January 4, 2019 આ ઉપરાંત શુક્રવારે રાત્રે […]

Top Stories India Trending
Sabarimala Protesters કેરળ : સબરીમાલા વિવાદ પર હિંસક દેખાવો ચાલુ, ભાજપના સંસદ સભ્યના ઘર પર દેશી બોમ્બથી કરાયો હુમલો

તિરુવનંતપૂરમ

કેરળમાં સબરીમાલા મંદિરને લીધે ચાલી રહેલા વિરોધે હિંસક રૂપ ધારણ કર્યું છે. શનિવારે સવારે કેટલાક અજાણ્યા લોકોએ ભાજપના સંસદ સભ્ય વી મુરલીધરનના ઘર પર દેશી બોમ્બથી હુમલો કર્યો છે.

આ ઉપરાંત શુક્રવારે રાત્રે સીપીએમના નેતા એ.એન. સમશીરના ઘર પર પણ દેશી બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો.

જો કે આ હુમલાથી કોઈ નુકશાન નથી થયું. આની પહેલા પણ શુક્રવારે ભાજપ અને આરએસએસના કાર્યલયો પર સીપીએમના સમર્થકોએ હુમલો કરીને નુકશાન પહોચાડ્યું હતું.

શુક્રવારે રાત્રે સીપીએમના કાર્યકર્તાઓએ આરએસએસના નેતા ચંદ્રનના ઘર પર પણ હુમલો કર્યો હતો.

કેરળમાં ચાલી રહેલા પ્રદર્શનોમાં લોકો દેસી બોમ્બ અને પથ્થર જ્યાંત્યાં ફેંકી રહ્યા છે. ‘પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૭૧૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હિંસક પ્રદર્શન મામલે ૧૧૦૮ કેસ દખલ કરવામાં આવ્યા છે. ૧૩૨ પોલીસકર્મીઓ અને  ૧૦ મીડિયાકર્મીઓ સહિત ૧૭૪ લોકો આ હિંસામાં ઘાયલ થયા છે.

મેડીકલ સર્ટીફીકેટ બતાવ્યું તો પણ ન આપ્યો પ્રવેશ 

શુક્રવારે શ્રીલંકાની એક ૪૬ વર્ષીય મહિલાએ મંદિરમાં પ્રવેશ કરવાની કોશિશ કરી હતી પરંતુ તેની મહેનત પર પાણી ફરી વળ્યું હતું તેને મંદિરમાં અયપ્પા ભગવાનના દર્શન કરવાની મંજુરી આપવાની ના પાડી દીધી હતી.

મંદિરની પરંપરા પ્રમાણે ૧૦ વર્ષથી ૫૦ વર્ષની મહિલાઓ જે લોકોને પીરીયડસ આવતા હોય તે લોકોને મંદિરમાં પ્રવેશવાની અનુમતિ નથી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ મહિલાએ મંદિરમાં પ્રવેશ કર્યો તે મહિલાએ કહ્યું કે તેના પીરીયડસ પુરા થઇ ગયા છે. પ્રૂફ માટે તેણે પોતાનું મેડીકલ સર્ટીફીકેટ પણ બતાવ્યું હતું. મહિલાએ જણાવ્યું કે મેં મંદિરની પવિત્ર સીડી ચડવાની શરૂઆત પણ કરી પરંતુ મને આગળ ન જવા દીધી. મારી પાસે મેડીકલ સર્ટીફીકેટ પણ છે.

સબરીમાલા મંદિરને લઈને સુપ્રીમ કોર્ટે મહિલા પ્રવેશની મંજુરી આપી દીધી હતી પરંતુ વિરોધીઓને લીધે મહિલાઓને અયપ્પા ભગવાનના દર્શન કરવાનો લ્હાવો નહતો મળ્યો.

કોણે કર્યો હતો મંદિરમાં પ્રવેશ ?

સબરીમાલા મંદિરને લઈને સુપ્રીમ કોર્ટે મહિલા પ્રવેશની મંજુરી આપી દીધી હતી પરંતુ વિરોધીઓને લીધે મહિલાઓને અયપ્પા ભગવાનના દર્શન કરવાનો લ્હાવો નહતો મળ્યો.

મંગળવારે રાત્રે ૫૦ વર્ષથી ઓછી ઉંમરની બે મહિલાએ સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કર્યા છે. ૪૨ વર્ષીય બિંદુ અને ૪૪ વર્ષીય કનકદુર્ગાએ મદિરમાં પ્રવેશ કર્યો હતો.

બે મહિલાઓના પ્રવેશની સાથે જ વર્ષો જૂની મંદિરની પરંપરા તૂટી ગઈ છે જેમાં મહિલાઓને આવતા પીરીયડસને લીધે ૧૦ થી ૫૦ વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો.

મંદિરનું કર્યું શુદ્ધિકરણ 

આ બે મહિલાઓના મંદિરમાં પ્રવેશ કરવાને લીધે હાલ મંદિર બંધ કરી દેવામાં આવ્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે મંદિરની શુદ્ધિકરણ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

એટલું જ નહી પણ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે. મંદિર બંધ કરવાનો નિર્ણય મુખ્ય પુજારીઓ દ્વારા લેવામાં આવ્યો હતો.