Not Set/ SCએ સોનિયા અને રાહુલ ગાંધીને આ મામલે આપ્યો સુપ્રીમ ઝટકો

નવી દિલ્હી, UPAના ચેયરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના વરિષ્ઠ નેતા ઓસ્કાર ફર્નાન્ડીઝને દેશની સર્વોચ્ચ અદાલત તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટ દ્વારા કોંગ્રેસ પાર્ટીના આ ત્રણેય નેતાઓના ઇન્કમટેક્ષની નવી રીતે મૂલ્યાંકન ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. જો કે કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “આ મૂલ્યાંકનને કોર્ટના અંતિમ […]

Top Stories India Trending
dc Cover 6qv9u798li4dt3ahlmmqddoqe5 20180823010553.Medi SCએ સોનિયા અને રાહુલ ગાંધીને આ મામલે આપ્યો સુપ્રીમ ઝટકો

નવી દિલ્હી,

UPAના ચેયરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના વરિષ્ઠ નેતા ઓસ્કાર ફર્નાન્ડીઝને દેશની સર્વોચ્ચ અદાલત તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટ દ્વારા કોંગ્રેસ પાર્ટીના આ ત્રણેય નેતાઓના ઇન્કમટેક્ષની નવી રીતે મૂલ્યાંકન ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.

જો કે કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “આ મૂલ્યાંકનને કોર્ટના અંતિમ આદેશ બાદ જ અમલમાં લાવવામાં આવી શકે છે”.

rahul sonia gandhi fernandes SCએ સોનિયા અને રાહુલ ગાંધીને આ મામલે આપ્યો સુપ્રીમ ઝટકો
national-sc-allows-it-department-reopen-tax-assessment-sonia gandhi-rahul-gandhi

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાર્ટીના આ ત્રણેય નેતાઓ દ્વારા દિલ્હી હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ પહેલા હાઈકોર્ટ દ્વારા નેશનલ હેરાલ્ડ મામલામાં સબંધિત ૨૦૧૧-૧૨ના ઇન્કમટેક્ષની ફાઈલને ફરીથી ખોલવાનો આદેશ આપ્યો હતો.

65923 midblqrdnh 1503593014 SCએ સોનિયા અને રાહુલ ગાંધીને આ મામલે આપ્યો સુપ્રીમ ઝટકો
national-sc-allows-it-department-reopen-tax-assessment-sonia gandhi-rahul-gandhi

આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ઇન્કમટેક્ષ વિભાગને પોતાની તપાસ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. આ સાથે મામલાની આગામી સુનાવણી ૮ જાન્યુઆરીના રોજ થશે.

આ પહેલા ૧૩ નવેમ્બરના રોજ થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સીકરીએ કહ્યું હતું કે, “આ મામલે બે વિકલ્પ છે – જેમાં પ્રથમ નોટિસ જાહેર કરવામાં આવે અને આંકલન કરી રહેલા અધિકારીએ ફરીથી તપાસ કરવા માટે અનુમતિ આપવામાં આવે.