કોંગ્રેસના નેતા શશી થરુરે વિશ્વસુંદરી માનુષી છિલ્લર માટે ‘ચિલ્લર’ શબ્દ વાપરતા વિવાદ ઉભો થયો છે. શશી થરુરને તેમના શબ્દો બદલ ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. હરિયાણાના ઝજ્જરની વિદ્યાર્થીની માનુષી છીલ્લરે 17 વર્ષ બાદ ચીનમાં આયોજિત પ્રતિયોગિતામાં ભારત માટે વિશ્વ સુંદરીનો ખિતાબ જીત્યો.
આ મામલે શશી થરુરે માનુષીની સરનેમ છિલ્લરના સ્થાને ચિલ્લર શબ્દનો ઉપયોગ કરી લખ્યું કે. આપણી મુદ્રાની નોટબંધીથી કેટલી ભુલ થઇ હતી. ભાજપને હવે એ વાતનો અહેસાસ થયો હશે કે ભારતની મુદ્રા વિશ્વમાં શ્રેષ્ઠ છે, આપણી ચિલ્લર પણ મિસ વર્લ્ડનો ખિતાબ જીતી લાવી છે.
શશી થરુરના આ ટ્વીટ બાદ ટ્વીટર પર તેમના પર આકરા શાબ્દિક પ્રહાર થઇ રહ્યા છે. અભિનેતા અનુપમ ખેરે ટવીટ કરીને શશી થરુરની ઝાટકણી કાઢતા કહ્યું કે શું આપનું સ્તર આટલું નીચે ઉતરી ગયું છે.
