Not Set/ શોટગન આરજેડીની ઇફ્તારીમાં: આપ્યા ચુંટણી લડવાના સંકેત

રમજાન જેવા પવિત્ર મહિનામાં આરજેડી અને જેડીયુએ બુધવારે દાવત-એ-ઇફતારનું આયોજન કર્યું હતું. આમ તો બધાની નજર રાલોસપાના અધ્યક્ષને શોધતી હતી પરંતુ ભાજપ સાંસદ શત્રુધ્ન સિન્હાનું દાવત-એ-ઇફતારમાં પહોચવું ચર્ચાનો વિષય બન્યો હતો. રાલોસપા તરફથી કહેવામાં આવ્યું હતું કે ઉપેન્દ્ર કુશવાહાને જેડીયુ તરફથી આમંત્રણ મળ્યું નથી. પત્રકારો સાથે વાત કરતા ભાજપના સાંસદ શત્રુધ્ન સિન્હાએ જણાવ્યું કે લાલુ […]

Top Stories India Politics
695234 shatrughan tejashwi twitter શોટગન આરજેડીની ઇફ્તારીમાં: આપ્યા ચુંટણી લડવાના સંકેત

રમજાન જેવા પવિત્ર મહિનામાં આરજેડી અને જેડીયુએ બુધવારે દાવત-એ-ઇફતારનું આયોજન કર્યું હતું. આમ તો બધાની નજર રાલોસપાના અધ્યક્ષને શોધતી હતી પરંતુ ભાજપ સાંસદ શત્રુધ્ન સિન્હાનું દાવત-એ-ઇફતારમાં પહોચવું ચર્ચાનો વિષય બન્યો હતો.

64594536 શોટગન આરજેડીની ઇફ્તારીમાં: આપ્યા ચુંટણી લડવાના સંકેત

રાલોસપા તરફથી કહેવામાં આવ્યું હતું કે ઉપેન્દ્ર કુશવાહાને જેડીયુ તરફથી આમંત્રણ મળ્યું નથી. પત્રકારો સાથે વાત કરતા ભાજપના સાંસદ શત્રુધ્ન સિન્હાએ જણાવ્યું કે લાલુ પ્રસાદ યાદવ સાથે એમના પારિવારિક સંબંધો છે અને નીમંત્રણ મળવા પર તેઓ સીધા મુંબઈ થી અહી પહોચ્યા હતા. જેડીયુની ઇફતાર પાર્ટીમાં શામેલ થવાના સવાલ પર બિહારી બાબુએ જણાવ્યું કે ઇફતાર પાર્ટીમાં શામેલ ના થવાથી કોઈ નારાજ નથી થતું.

245414 shatrughan rjd શોટગન આરજેડીની ઇફ્તારીમાં: આપ્યા ચુંટણી લડવાના સંકેત

જયારે પત્રકારો દ્વારા શોટગનને પૂછવામાં આવ્યું કે શું તેઓ આરજેડી માંથી ચુંટણી લડશે, તો બાજુમાં બેઠેલા તેજપ્રતાપે કહ્યું કે કેમ નહિ? સિન્હાએ પણ કહ્યુ કે તેજપ્રતાપના મો માં ઘી સાકર.

વિપક્ષના નેતા તેજસ્વી યાદવે શત્રુધ્ન સિન્હા પાર્ટીમાં પહોચ્યા એ બદલ ખુશી વ્યક્ત કરી હતી. આરજેડીમાં એમના જોડવા વિશે પૂછવા પર તેજસ્વીએ જણાવ્યું કે એ ફેસલો એમનો છે, પરંતુ કઈ એવી પાર્ટી હશે જે પોતાના દળમાં સિન્હાને શામેલ કરવા ના માંગે. તેઓ પટના સાહિબથી ઘણાં લાંબા સમયથી સાંસદ છે.

shatrughan sinha 1528914571 શોટગન આરજેડીની ઇફ્તારીમાં: આપ્યા ચુંટણી લડવાના સંકેત

બીજી બાજુ જેડીયુની ઇફતાર પાર્ટીમાં કોંગ્રેસના બે ધારાસભ્યો સુદર્શન અને મુન્ના ચૌધરી પહોચ્યા હતા. સાથે  આરજેડીના ધારાસભ્ય મહેશ્વર યાદવ પણ જોવા મળ્યા હતા. કોંગ્રેસના બંને ધારાસભ્ય અશોક ચૌધરીની નજીક હોવાનું માનવામાં આવે છે. ઉપરાંત ઉપેન્દ્ર કુશવાહા તો પહોચ્યા નહાતા, પરંતુ એમની પાર્ટીના વરિષ્ઠ નેતા ભગવાન સિંહ કુશવાહા અને રામ કુમાર શર્મા પહોચ્યા હતા.