Not Set/ સુપ્રીમ કોર્ટે ગુલબર્ગ સોસાયટી ભંડોળ ગોટાળાના કેસમાં તિસ્તાની અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે ગુલબર્ગ સોસાયટી ભંડોળ ગોટાળાના કેસમાં સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની પોતાના બેન્ક ખાતા રદ ન કરવાની માંગણીને ફગાવી છે. સુપ્રીમ કોર્ટે 6 ડિસેમ્બરે તિસ્તા સેતલવાડ અને અન્ય વિરુદ્ધ તપાસની મંજૂરી આપી હતી. જેમની ઉપર 2002ના ગોધરાના હુલ્લડો બાદ ખોટા પુરાવા રજૂ કરવાના આરોપ છે. સેતલવાડ અને તેમના એનજીઓ સિટીજન ફોર જસ્ટિસ એન્ડ પીસે પોતાના […]

India
teestaHC 13feb સુપ્રીમ કોર્ટે ગુલબર્ગ સોસાયટી ભંડોળ ગોટાળાના કેસમાં તિસ્તાની અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે ગુલબર્ગ સોસાયટી ભંડોળ ગોટાળાના કેસમાં સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની પોતાના બેન્ક ખાતા રદ ન કરવાની માંગણીને ફગાવી છે. સુપ્રીમ કોર્ટે 6 ડિસેમ્બરે તિસ્તા સેતલવાડ અને અન્ય વિરુદ્ધ તપાસની મંજૂરી આપી હતી. જેમની ઉપર 2002ના ગોધરાના હુલ્લડો બાદ ખોટા પુરાવા રજૂ કરવાના આરોપ છે. સેતલવાડ અને તેમના એનજીઓ સિટીજન ફોર જસ્ટિસ એન્ડ પીસે પોતાના સહયોગી રઈસ ખાન પઠાણ અને અન્ય વિરુદ્ધ તપાસના કોર્ટના આદેશને ચાલુ રાખવા બાબતે ચેતવણી આપી હતી.

અપીલનું લાંબો સમય રહેવા છતાં સુપ્રીમ કોર્ટે 2 સપ્ટેમ્બર 2011એ હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો. હાઈકોર્ટે નરોડા ગામ હુલ્લડો મામલે ખોટા પુરાવા રજૂ કરવાના આરોપસર પઠાણ અને અન્ય વિરુદ્ધ તપાસની મંજૂરી આપી હતી. જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ એમએમ શાંતનગોદરે અરજી કરતા તેમને નીચલી કોર્ટમાં અપીલ કરવાની છૂટ આપી હતી. અરજી ફગાવતા હાઈકોર્ટેનો સ્ટે પણ પૂર્ણ થઈ ગયો અને હવે આ મામલે તપાસ થઈ શકશે.