Not Set/ જાણો શું હોય છે સરોગસી અને શા માટે સરકારે લાવવું પડ્યું બીલ ?

નવી દિલ્હી, સંસદના ચાલી રહેલા શિયાળુ સત્ર વચ્ચે લોકસભામાં સરોગસી રેગ્યુલેશન બીલ – ૨૦૧૬ પસાર કરવામાં આવી ચુક્યું છે. સંસદના નીચલા ગૃહમાં હંગામા વચ્ચે તમામ સાંસદો દ્વારા ધ્વનિમતથી આ બીલને મંજૂરી આપવામાં આવી હતી. સરોગસી બીલ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડાએ કહ્યું, “જે પણ સરોગસીનો વિકલ્પ પસંદ કરવા ઈચ્છે છે. તેઓએ ઇનફર્ટીલિટીનું સર્ટિફિકેટ […]

Top Stories India Trending
24786 surrogacy 1415703886 651 640x480 1 જાણો શું હોય છે સરોગસી અને શા માટે સરકારે લાવવું પડ્યું બીલ ?

નવી દિલ્હી,

સંસદના ચાલી રહેલા શિયાળુ સત્ર વચ્ચે લોકસભામાં સરોગસી રેગ્યુલેશન બીલ – ૨૦૧૬ પસાર કરવામાં આવી ચુક્યું છે. સંસદના નીચલા ગૃહમાં હંગામા વચ્ચે તમામ સાંસદો દ્વારા ધ્વનિમતથી આ બીલને મંજૂરી આપવામાં આવી હતી.

સરોગસી બીલ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડાએ કહ્યું, “જે પણ સરોગસીનો વિકલ્પ પસંદ કરવા ઈચ્છે છે. તેઓએ ઇનફર્ટીલિટીનું સર્ટિફિકેટ ૯૦ દિવસની અંદર જ આપવું પડશે, આજનો (૧૯ ડિસેમ્બર) દિવસ ઐતિહાસિક છે, કારણ કે આ બીલ પસાર થયા બાદ મહિલાઓના ઉત્પીડન પર રોક લાગશે અને સરોગસી દ્વારા જન્મ લેનારા બાળકોને પોતાના અધિકાર આપવામાં આવી શકશે”.

શું હોય છે સરોગસી ?

4827surrogacyil 00000004490 જાણો શું હોય છે સરોગસી અને શા માટે સરકારે લાવવું પડ્યું બીલ ?
national-surrogacy-regulation-bill-surrogacy-government-bring-bills

સરોગસીની વાત કરવામાં આવે તો, એમાં ત્રણ લોકો શામેલ છે. કેટલાક કપલ્સ જયારે કોઈ કારણોસર માતા-પિતા બની શકતા નથી કે તેઓ ત્રીજી મહિલાનો સહારો લે છે.

IVF ટેકનોલોજી દ્વારા પતિના સ્પર્મ અને પત્નીના એગ્સથી બનેલી એન્બ્રિયો ત્રીજી મહિલાની કોખમાં ઈન્જેકટ કરવામાં આવે છે. જેનાથી જે બાળક જન્મ લે છે. તેના DNA સરોગસી કરનારા કપલનું જ હોય છે.

સરકારે શા માટે લાવવું પડ્યું બીલ ?

15 02 2018 parliament house15 જાણો શું હોય છે સરોગસી અને શા માટે સરકારે લાવવું પડ્યું બીલ ?
national-surrogacy-regulation-bill-surrogacy-government-bring-bills

છેલ્લા કેટલાક વર્ષોથી ભારતને “સરોગસીનું હબ માનવામાં આવતું હતું, કારણ કે અહિયાં ઓછા ખર્ચમાં સરોગસી થઇ શકતી હતી. આ મામલે ગામડાઓ અને ટ્રાઇબલ વિસ્તાર્રોમાં મહિલાઓનું મોટાભાગે શોષણ કરવામાં આવતું હતું.

જોવામાં આવે તો, સરોગસીથી વધુમાં વધુ અમીર લોકો જ પોતાના સંતાનનું સુખ હાંસલ કરી શકતા હોય છે. એક રિપોર્ટ મુજબ, અમીર લોકો IVF સેન્ટરમાં ૨૦ લાખથી ૫૦ લાખ રૂપિયા સુધી આપતા હતા, પરંતુ કોખ આપનારી મહિલાઓને ૪૦ થી ૫૦ હજાર રૂપિયા જ મળે છે.

જો કે મહિલાઓના થતા આ શોષણને ડામવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અંતે લોકસભામાં સરોગસી રેગ્યુલેશાન બીલ પસાર કરવામાં આવ્યું છે.

અમેરિકા, બ્રિટેન, નેપાળ તેમજ થાઇલેન્ડ સહિતના ઘણા દેશોમાં સરોગસીને ગેરકાયદેસર ગણવામાં આવે છે.

કયા લોકોને મળશે ફાયદો ?

feb18mobile જાણો શું હોય છે સરોગસી અને શા માટે સરકારે લાવવું પડ્યું બીલ ?
national-surrogacy-regulation-bill-surrogacy-government-bring-bills

૧. માત્ર એ કપલ્સ સરોગસી કરી શકશે જેઓ કોઈ કારણોસર માતા-પિતા બની શકતા નથી.

૨. એવા કપલ્સ જેમણે લગ્ન કર્યાના પાંચ વર્ષ પછી પણ બાળક થયું નથી.)

૩. સરોગસી માટે માતાના નજીકના સંબંધી હોવું જરુરી છે. તે એક જ સમયે સરોગેટ મધર બની શકે છે.

૪. સરોગેટ મધર અને પોતાનું સંતાન ઈચ્છી રહેલા કલ્પ્સે સક્ષમ અધિકારી પાસેથી એલિજબિલિટી પ્રમાણપત્ર લેવું પડશે.

લોકસભામાં હંગામા વચ્ચે પાસ થયું સરોગસી રેગ્યુંલેશન બીલ