Not Set/ આ તાંત્રિકે કર્યો 120 મહિલાઓ સાથે રેપ, વાયરલ વીડિઓથી પહોંચ્યો જેલ

હરિયાણાના ફાતેહાબાદ જિલ્લામાં એક તાંત્રિક પૂજારી અમરપુરી ઉર્ફ બિલ્લૂની ધરપકડ કરવામાં આવી છે. પૂજારી અમરાપુરી ઉર્ફ બિલ્લુ પર 120 મહિલાઓ સાથે જબરદસ્તી સંબંધ બનાવવાનો આરોપ છે. આરોપ છે કે અમરપુરી ઉર્ફ બિલ્લુ પ્રેતબાધાના નામ પર મહિલાઓને ફસાવતો હતો અને તંત્ર વિદ્યા દરમિયાન નશીલી દવા આપતો હતો. બેહોશીની હાલતમાં પીડિતા સાથે રેપ કરતો અને વિડિઓ બનાવી લેતો […]

Top Stories India
Tohana Baba Amarpuri આ તાંત્રિકે કર્યો 120 મહિલાઓ સાથે રેપ, વાયરલ વીડિઓથી પહોંચ્યો જેલ

હરિયાણાના ફાતેહાબાદ જિલ્લામાં એક તાંત્રિક પૂજારી અમરપુરી ઉર્ફ બિલ્લૂની ધરપકડ કરવામાં આવી છે. પૂજારી અમરાપુરી ઉર્ફ બિલ્લુ પર 120 મહિલાઓ સાથે જબરદસ્તી સંબંધ બનાવવાનો આરોપ છે.

આરોપ છે કે અમરપુરી ઉર્ફ બિલ્લુ પ્રેતબાધાના નામ પર મહિલાઓને ફસાવતો હતો અને તંત્ર વિદ્યા દરમિયાન નશીલી દવા આપતો હતો. બેહોશીની હાલતમાં પીડિતા સાથે રેપ કરતો અને વિડિઓ બનાવી લેતો હતો. ત્યારબાદ મહિલાઓને બ્લેકમેલ કરીને એમનું શારીરિક અને આર્થિક શોષણ કરતો હતો.

બિલ્લુની વિરુદ્ધ 9 મહિના પહેલા એક મહિલાએ રેપનો કેસ દાખલ કર્યો હતો. આ મામલામાં ધરપકડ થયા બાદ એને જામીન મળી ગયા હતા.

તાંત્રિક અમરપુરીનો મહિલાઓ સાથે શારીરિક સંબંધ બનાવવાનો વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ અમરપુરી ઉર્ફ બિલ્લુની ધરપકડ કરીને એના પર રેપ, આઇટી એક્ટ, બ્લેકમેલીંગ સહીત અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ અમરપુરી પાસે 120 વિડિઓ મળી આવ્યા છે. જેમાં તેઓ મહિલાઓ સાથે શારીરિક સંબંધો બનાવતા દેખાઈ રહ્યા છે. પુજારીના રૂમમાંથી નશાની ગોળીઓ અને તંત્ર-મંત્રનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ અમરપુરીના રૂમમાં ત્રણ દરવાજા છે. તેઓ ગુપ્ત રીતે મહિલાઓ ને પોતાના રૂમમાં લાવતા હતા. એમના રૂમમાં સીસીટીવી કેમેરાઓ લાગેલા હતા.

baba amrpuri 2018072109575269 650x e1532169702815 આ તાંત્રિકે કર્યો 120 મહિલાઓ સાથે રેપ, વાયરલ વીડિઓથી પહોંચ્યો જેલ

આ મામલામાં બે મહિલાઓ અને એક પુરુષને પૂછપરછ માટે હિરાસતમાં લેવામાં આવ્યા છે. આરોપી બિલ્લૂને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યા છે.

અમરપુરીનું અસલી નામ અમરવીર છે. 20 વર્ષ પહેલા તેઓ પંજાબના માણસા થી તોહાના આવ્યા હતા. શરૂઆતમાં જલેબીની દુકાન લગાવતા હતા. પત્નીના મૃત્યુ બાદ તેઓ તાંત્રિક બની ગયા હતા.