Not Set/ Video : સાયકલ ચલાવતા અચાનક રસ્તા વચ્ચે પડી ગયા તેજ પ્રતાપ યાદવ

બિહારની રાજધાની પટનામાં આરજેડી નેતા તેજ પ્રતાપ યાદવે સાયકલ રેલી કાઢી હતી. જોકે, આ દરમિયાન તેઓ રસ્તા પર જ સાયકલ પરથી પડી ગયા હતા. હકીકતમાં પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજ પ્રતાપ યાદવે બિહારમાં મહિલાઓ અને બાળકીઓ સાથે થઇ રહેલા અપરાધ વિરુદ્ધ સાયકલ રેલી માટે લોકોને આમંત્રિત કરી રહ્યા હતા. તેજ પ્રતાપ સાથે એમની સિક્યોરિટી અને પોલીસની […]

Top Stories India Videos
706983 tej pratap Video : સાયકલ ચલાવતા અચાનક રસ્તા વચ્ચે પડી ગયા તેજ પ્રતાપ યાદવ

બિહારની રાજધાની પટનામાં આરજેડી નેતા તેજ પ્રતાપ યાદવે સાયકલ રેલી કાઢી હતી. જોકે, આ દરમિયાન તેઓ રસ્તા પર જ સાયકલ પરથી પડી ગયા હતા. હકીકતમાં પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજ પ્રતાપ યાદવે બિહારમાં મહિલાઓ અને બાળકીઓ સાથે થઇ રહેલા અપરાધ વિરુદ્ધ સાયકલ રેલી માટે લોકોને આમંત્રિત કરી રહ્યા હતા.

તેજ પ્રતાપ સાથે એમની સિક્યોરિટી અને પોલીસની ગાડીઓ પણ દોડી રહી હતી. આ દરમિયાન ટર્ન લેતા સમયે તેજ પ્રતાપની સાયકલ પડી ગઈ અને તેઓ સડક પર પડી ગયા હતા. જોકે, એમને કોઈ ગંભીર જખમ આવ્યા નથી. અને ખુદને સંભાળતાં તેઓ તરત જ ઉભા થઇ ગયા હતા.

બિહારમાં મહિલાઓ પર અપરાધ, હત્યા અને લૂંટ વિરુદ્ધ 28 જુલાઈએ આરજેડી સાયકલ રેલી કાઢશે. આ માટે જ તેઓ પટનાની સડકો પર સાયકલ ચલાવીને લોકોને આમંત્રિત કરી રહ્યા હતા.