Not Set/ જમ્મુ-કાશ્મીર: નેશનલ કોન્ફરન્સના નેતાના ઘર પર આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો

જમ્મુ-કાશ્મીર, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ નેશનલ કોન્ફરન્સના નેતા મોહમ્મદ અશરફ બટ્ટના ઘરે ગ્રેનેડ હુમલો કર્યો છે. મોહમ્મદ અશરફ બટ્ટનું ઘર પુલવામા જીલ્લામાં સ્થિત છે. આતંકીઓએ એનસી નેતાને નિશાન બનાવીને હુમલો કર્યો છે. મળતી જાણકારી મુજબ આ હુમલામાં જાનમાલનું કોઈ જાતનું નુકસાન થયું નથી. શુક્રવાર સાંજે ચાર વાગે આતંકીઓએ હુમલો કર્યો હતો. આતંકીઓએ યુબીજીએલ દ્વારા અશરફ બટ્ટના ઘર […]

Top Stories India
jammu kashmir 1 જમ્મુ-કાશ્મીર: નેશનલ કોન્ફરન્સના નેતાના ઘર પર આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો

જમ્મુ-કાશ્મીર,

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ નેશનલ કોન્ફરન્સના નેતા મોહમ્મદ અશરફ બટ્ટના ઘરે ગ્રેનેડ હુમલો કર્યો છે. મોહમ્મદ અશરફ બટ્ટનું ઘર પુલવામા જીલ્લામાં સ્થિત છે. આતંકીઓએ એનસી નેતાને નિશાન બનાવીને હુમલો કર્યો છે. મળતી જાણકારી મુજબ આ હુમલામાં જાનમાલનું કોઈ જાતનું નુકસાન થયું નથી. શુક્રવાર સાંજે ચાર વાગે આતંકીઓએ હુમલો કર્યો હતો. આતંકીઓએ યુબીજીએલ દ્વારા અશરફ બટ્ટના ઘર પર ગ્રેનેડ દાગ્યો હતો. પરંતુ ગ્રેનેડ ઘરની બહાર જ પડી ગયો. જે સમયે હુમલો થયો ત્યારે કેટલાક સદસ્યો ઘરમાં જ હાજર હતા. ધડાકાનો અવાજ સંભાળીને વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી.

હુમલા બાદ સેનાએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ કરી દીધું છે. પોલીસ અને સીઆરપીએફના જવાનો ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. જણાવી દઈએ કે 2014માં મોહમ્મદ અશરફ બટ્ટ નેશનલ કોન્ફરન્સની ટીકીટ પર ત્રાલ વિધાનસભા સીટ પરથી ચુંટણી લડી ચુક્યા છે. મોહમ્મદ અશરફ બટ્ટના પિતા સુભાન બટ્ટ, ભાઈ ફૈયાઝ બટ્ટ અને શૌકત એહમદ પણ આતંકી હુમલાઓમાં માર્યા ગયા છે. આ વખતે આતંકીઓએ મોહમ્મદ અશરફ બટ્ટને નિશાન બનાવ્યા છે.

આ પહેલા આતંકીઓએ 5 જુલાઈના રોજ પોલીસ જવાન એહમદ ડારની હત્યા કરી નાખી હતી. એહમદ ડારનું અપહરણ કરીને એમણે મોતના ઘાટ ઉતારવામાં આવ્યા હતા. એહમદ ડારનું મેડીકલ સ્ટોર પરથી દવા ખરીદતા સમયે અપહરણ કરીને હત્યા કરી નાખવામાં આવી હતી.