Not Set/ રાજ્યસભાના નિવૃત સાંસદ તરીકે સચિન તેંડુલકરે કર્યું આ શ્રેષ્ઠ કામ, કે ત્યારબાદ તેઓ બન્યા પ્રશંસાને પાત્ર

દિલ્લી, ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર પર ઓછી હાજરીને લઈને ભલે સવાલ ઉઠતા રહ્યાં હોય, પરંતુ આ વખતે તેઓએ જે કામ કર્યું એના માટે તેઓ સલામને પાત્ર છે. સચિન તેંડુલકર હાલમાં જ રાજ્યસભામાંથી નિવૃત્ત થયા છે અને તેઓએ પોતાનું પગાર તેમજ અન્ય મળવાપાત્ર ભથ્થાની રકમ પ્રધાનમંત્રી રાહત કોષમાં દાન કરી છે. સચિન તેંડુલકરે […]

India
GJGJ રાજ્યસભાના નિવૃત સાંસદ તરીકે સચિન તેંડુલકરે કર્યું આ શ્રેષ્ઠ કામ, કે ત્યારબાદ તેઓ બન્યા પ્રશંસાને પાત્ર

દિલ્લી,

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર પર ઓછી હાજરીને લઈને ભલે સવાલ ઉઠતા રહ્યાં હોય, પરંતુ આ વખતે તેઓએ જે કામ કર્યું એના માટે તેઓ સલામને પાત્ર છે. સચિન તેંડુલકર હાલમાં જ રાજ્યસભામાંથી નિવૃત્ત થયા છે અને તેઓએ પોતાનું પગાર તેમજ અન્ય મળવાપાત્ર ભથ્થાની રકમ પ્રધાનમંત્રી રાહત કોષમાં દાન કરી છે.

સચિન તેંડુલકરે છેલ્લા ૬ વર્ષમાં વેતનના સ્વરૂપમાં મળેલા કુલ ૯૦ લાખ રૂપિયા તેમજ અન્ય ભથ્થા મળ્યા હતા તે તમામ દાન કરી દીધા છે.

જો કે ત્યારબાદ વડાપ્રધાન કાર્યાલય (PM0) તરફથી આભાર પત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે, વડાપ્રધાને આ સહાનુભૂતિ માટે આભાર વ્યક્ત કર્યો છે. આ યોગદાન સંકટગ્રસ્ત લોકોને સહાયતા પહોંચાડવામાં મદદગાર થશે.

મહત્વનું છે કે, વિશ્વભરમાં “ગોડ ઓફ ક્રિકેટ”ના નામથી પ્રખ્યાત થયેલા સચિન તેંડુલકર તેમજ અભિનેત્રી રેખાને પોતાના રાજ્યસભા સાંસદ તરીકેના કાર્યકાળ દરમિયાન સંસદમાં હાજરીને લઇ આલોચનાઓ થઇ હતી.

ટીમ ઈન્ડિયાના માસ્ટર બ્લાસ્ટર તેંડુલકરે પોતાના કાર્યકાળ દરમિયાન સાંસદના ફંડનો પણ સારો ઉપયોગ કર્યો હતો. તેઓના સંસદીય કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, તેમણે દેશભરમાં ૧૮૫ પરિયોજનાઓને મંજૂરી આપવા તથા તેને વહેંચવા ૩૦ કરોડરૂ રૂપિયામાંથી ૭.૪ કરોડ રૂપિયા શિક્ષા અને પાયાની સુવિધાના વિકાસમાં ખર્ચ કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત તેઓએ સાંસદ આદર્શ ગ્રામ યોજના કાર્યક્રમ હેઠળ તેંડુલકરે બે ગામનો દતક લીધા હતા જેમાં આંધ્ર પ્રદેશનું પુત્તમ રાજૂ કેંદ્રિગા અને મહારાષ્ટ્રનું દોંજા ગામ સામેલ છે.