Not Set/ ભાજપની ઓછી બેઠકોની અસર રાજયસભામાં પણ જોવા મળશે

ગુજરાત વિધાનસભાના જાહેર થયેલા પરિણામોમાં ભાજપને 100 કરતાં ઓછી બેઠકો મળી છે ત્યારે હવે આ ઓછી બેઠકોની અસર રાજ્યસભામાં પણ જોવા મળશે. આગામી એપ્રિલ મહિનામાં ગુજરાતના ચાર સાંસદો નિવૃત્ત થઇ રહ્યાં છે. જેમાં કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલી, કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૃપાલા, કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા અને શંકર વેગડનો સમાવેશ થાય છે. ત્યારે હવે ભાજપને 99 […]

Gujarat
parliament 7592 ભાજપની ઓછી બેઠકોની અસર રાજયસભામાં પણ જોવા મળશે

ગુજરાત વિધાનસભાના જાહેર થયેલા પરિણામોમાં ભાજપને 100 કરતાં ઓછી બેઠકો મળી છે ત્યારે હવે આ ઓછી બેઠકોની અસર રાજ્યસભામાં પણ જોવા મળશે. આગામી એપ્રિલ મહિનામાં ગુજરાતના ચાર સાંસદો નિવૃત્ત થઇ રહ્યાં છે.

જેમાં કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલી, કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૃપાલા, કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા અને શંકર વેગડનો સમાવેશ થાય છે. ત્યારે હવે ભાજપને 99 બેઠકોને કારણે બે અને કોંગ્રેસને 77 બેઠકોને કારણે રાજયસભાની બે બેઠકો મળી શકશે. એક રેશિયો પ્રમાણે પક્ષને 36 બેઠકો પર રાજ્યસભાની એક બેઠક મળે છે.

હાલમાં જ યોજાયેલી રાજ્યસભાની ચુંટણી માટે જોરદાર જંગ જામ્યો હતો ત્યારે અહેમદ પટેલની જીતે ભાજપના તમામ ગણિત ઉધા વાળી દીધાં હતાં.