Not Set/ તોગડિયા યુગનો થયો અંત, VHPના નવા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વિષ્ણુ કોકજેની કરવામાં આવી પસંદગી

ગુરુગ્રામ, વિશ્વ હિંદુ પરિષદ (VHP)ની સ્થાપના બાદ આ સંસ્થાના ઈતિહાસમાં ૫૨ વર્ષ બાદ યોજાયેલી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષના પદ માટે ચૂંટણીમાં વિષ્ણુ સદાશિવ કોકજેનો વિજય થયો છે. આ સાથે હિન્દુત્વનો સૌથી મોટો ચહેરો ગણાતા પ્રવિણ તોગડિયા ગ્રુપનો પરાજય થયો છે. પ્રવિણ તોગડિયાના નજીકના આગેવાન કહેવાતા રાધવ રેડ્ડી સામેની ચૂંટણી દરમિયાન વિષ્ણુ કોકજેએ જીત હાંસલ કરી છે. ગુરુગ્રામમાં યોજાયેલી […]

Top Stories
JJJ તોગડિયા યુગનો થયો અંત, VHPના નવા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વિષ્ણુ કોકજેની કરવામાં આવી પસંદગી

ગુરુગ્રામ,

વિશ્વ હિંદુ પરિષદ (VHP)ની સ્થાપના બાદ આ સંસ્થાના ઈતિહાસમાં ૫૨ વર્ષ બાદ યોજાયેલી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષના પદ માટે ચૂંટણીમાં વિષ્ણુ સદાશિવ કોકજેનો વિજય થયો છે. આ સાથે હિન્દુત્વનો સૌથી મોટો ચહેરો ગણાતા પ્રવિણ તોગડિયા ગ્રુપનો પરાજય થયો છે. પ્રવિણ તોગડિયાના નજીકના આગેવાન કહેવાતા રાધવ રેડ્ડી સામેની ચૂંટણી દરમિયાન વિષ્ણુ કોકજેએ જીત હાંસલ કરી છે.

ગુરુગ્રામમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષના પદની ચૂંટણીમાં કુલ ૧૯૨ સભ્યોએ વોટીંગ કર્યું હતું જેમાં વિષ્ણુ સદાશિવ કોકજેને સૌથી વધુ ૧૩૧ વોટ અને રાધવ રેડ્ડીને ૬૦ વોટ મળ્યા હતા.

બીજી બાજુ પ્રવિણ તોગડિયાના ગ્રુપનો અંત થયા બાદ હવે તેઓની જગ્યા આલોક કુમાર લેશે. આલોક કુમારની VHPના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પોતાનો કાર્યભાર સંભાળશે.

આલોક કુમાર વ્યવસાયે એક એડવોકેટ છે તેમજ તેઓ આરએસએસના દિલ્લી પ્રાંતના સહસંઘ ચાલક છે.

મહત્વનું છે કે, વિષ્ણુ સદાશિવ કોકજે હિમાચલ પ્રદેશના પૂર્વ ગવર્નર તેમજ મધ્યપ્રદેશ હાઈકોર્ટના પૂર્વ જજ પણ રહી ચુક્યા છે. ચૂંટણી પહેલા પ્રવિણ તોગડિયા જૂથ દ્વારા આરોપ લાગગવવામાં આવ્યો હતો કે, કોકજેનું હિન્દુત્વ સાથે કોઈ લેવાદેવા નથી.

VHPના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણીમાં વિજય મેળવનારા કોકજેનો જન્મ ૬ સપ્ટેમ્બર, ૧૯૩૯ના રોજ મધ્યપ્રદેશ થયો હતો. ઇંદોરથી LLB કર્યા બાદ ૧૯૬૪માં તેઓએ લો ની પ્રેક્ટિસ શરુ કરી હતી. ત્યારે સંયોગ પણ હતો કે આજ વર્ષે ૧૯૬૪માં VHPની સ્થાપના થઇ હતી.

તમને જણાવી દઈએ કે, ગત વર્ષે ૨૯ ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે ભુવનેશ્વરમાં વીએચપીના સભ્યોની બેઠક મળી હતી. આ બેઠકમાં VHPના મહત્વના પદ માટે કોઈ નામ અંગે સહમતી સધાઈ ન હતી અને ત્યારબાદ ૧૪ એપ્રિલના રોજ ગુરુગ્રામમાં ચૂંટણી યોજવાની હતી.

આ પહેલા છેલ્લા બે વર્ષથી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર ચૂંટાઈને આવતા રાઘવ રેડ્ડી આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પદની ખુરશી પર પ્રવિણ તોગડિયાને બેસાડતા રહ્યાં છે. પરંતુ આ વખતે જયારે વિષ્ણુ સદાશિવ કોકજે ચૂંટણી જીતવામાં સફળ રહ્યા તો પ્રવિણ તોગડિયાની ખુરશી જવી નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

પીએમ મોદી અને RSSના કારણે તોગડિયાની ખુરશી મુકાઇ ખતરામાં

માનવામાં આવી રહ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને VHPના પ્રવિણ તોગડિયા વચ્ચે રામ મંદિર સહિતના અનેક મુદ્દાઓ અંગે મતભેદ સપાટી પર આવ્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને પ્રવિણ તોગડિયા વચ્ચે પણ હિન્દુત્વના મુદ્દે અંતરના અહેવાલો પ્રાપ્ત થયા હતા.