નવી દિલ્હી,
આર્મીની સ્પેશ્યલ ટ્રેનથી જમ્મુ-કાશ્મીર જઈ રહેલા બીએસએફના ૧૦ જવાન રસ્તામાંથી જ બુધવારે અચાનક જ ગુમ થઇ જવાથી માહિતી સામે આવી હતી, ત્યારે હવે આ અંગે બે દિવસ બાદ એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના ડીજી કે કે શર્માએ જણાવ્યું, “BSFના જે જવાનોના ગાયબ થવાની વાત સામે આવી હતી, તેઓ ટ્રેનમાંથી ઉતરીને પોતાના ઘરે ચાલ્યા ગયા હતા”.
તેઓએ વધુમાં જણાવ્યું, “મુગલસરાય સ્ટેશન પાસે જે જવાનોના ઘર હતા તેઓ ત્યાં ઉતરીને ચાલ્યા ગયા હતા”.
મહત્વનું છે કે, બે દિવસ પહેલા એટલે કે બુધવારે પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદથી ૮૩મી બંગાલ બટાલિયનના બીએસએફ જવાનો લઈને આર્મીની સ્પેશ્યલ ટ્રેન જમ્મુ જવા માટે રવાના થઇ હતી. જો કે આ દરમિયાન ટ્રેન બપોરના ૩ વાગ્યાની આસપાસ મુગલસરાય રેલવે સ્ટેશન પહોંચી થોડાક સમય પછી જવાનોની ગણતરી કરવામાં આવી તો ૧૦ જવાનો ગાયબ થઇ ગયા હતા. ઘૂમ થયેલા આ જવાનોમાં એક જવાન વર્ધમાન સ્ટેશન અને અન્ય બીજા આઠ જવાનો ગાયબ થયા હતા.