Not Set/ સુપ્રિમ કોર્ટનો SC / ST એક્ટ અંગેનો આ ચુકાદો, કે જેના કારણે દલિતો ઉતર્યા સડકો પર

દિલ્હી એસસી એસટી એક્ટ અંતર્ગત સુપ્રીમ કોર્ટે આપેલાં ચુકાદાને કારણે દેશભરમાં દલિત સંગઠનોએ સોમવારે ભારત બંધનું એલાન આપ્યું હતું. ભારતબંધના એલાન પર દેશભરમાં અલગ-અલગ શહેરોમાં દલિત સમુદાયના સંગઠનો તેમજ તેઓના સમર્થકો દ્વારા કરવામાં આવી રહેલું આંદોલને હવે વધુ હિંસક બન્યું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં દલિતોના આંદોલનની સૌથી વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે. એમપીમાં અત્યારસુધીમાં […]

India
DGGGGGGGG સુપ્રિમ કોર્ટનો SC / ST એક્ટ અંગેનો આ ચુકાદો, કે જેના કારણે દલિતો ઉતર્યા સડકો પર

દિલ્હી

એસસી એસટી એક્ટ અંતર્ગત સુપ્રીમ કોર્ટે આપેલાં ચુકાદાને કારણે દેશભરમાં દલિત સંગઠનોએ સોમવારે ભારત બંધનું એલાન આપ્યું હતું. ભારતબંધના એલાન પર દેશભરમાં અલગ-અલગ શહેરોમાં દલિત સમુદાયના સંગઠનો તેમજ તેઓના સમર્થકો દ્વારા કરવામાં આવી રહેલું આંદોલને હવે વધુ હિંસક બન્યું છે.

મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં દલિતોના આંદોલનની સૌથી વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે. એમપીમાં અત્યારસુધીમાં ૪ વ્યક્તિઓના મોત થયા છે જયારે રાજસ્થાનમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

અનુસુચિત જાતી, અનુસુચિત જનજાતિ એક્ટ-1989 ના દુરુપયોગ પર લગામ લગાવવા માટે સુપ્રીમ કોર્ટએ ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં કહેવામાં આવ્યું હતુ કે, એસસી એસટી એક્ટના અંતર્ગત એફઆઈઆર થઇ થયા પછી આરોપીની તાત્કાલિક ધરપકડ નહીં થાય. આ પહેલા આરોપોની ડીએસપી સ્તરની અધિકારી તપાસ કરવામાં આવશે અને ત્યાર બાદ જ ઉપયુક્ત પગલા લેવામાં આવશે. જો આરોપ ખરેખર સાચો જણાય તો જ આગળ કાર્યવાહી કરવામાં આવશે.

એટ્રોસીટીના એક કેસ સંદર્ભે સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એકે ગોયલ અને યુયુ લલિતની બેંચએ ગાઈડલાઈન જાહેર કરતા જણાવ્યું હતું કે, સંસદ દ્વારા આ નિયમ બનાવતા સમયે વિચાર નહીં કરવામાં આવ્યો હોય કે, આ નિયમનો દુરુપયોગ પણ થઇ શકે છે. દેશભરમાંથી ઘણા એવા કેસ સામે આવ્યા છે જેમાં આ એક્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.

કોર્ટની નવી ગાઈડલાઈન્સના અંતર્ગત સરકરી કર્મચારીઓને પણ રાખવામાં આવ્યા છે. જો કોઈ સરકારી કર્મચારી એટ્રોસીટી એક્ટનો દુરુપયોગ કરે છે તો તેની ધરપકડ માટે ખાતાકીય અધિકારીની પરવાનગી જરૂરી રહેશે. જો કોઈ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરે તો તેને ખાતાકીય કાર્યવાહી સાથે કોર્ટના તિરસ્કારની કાર્યવાહીમાં પણ સામનો પણ કરવાનો રહેશે.

આ ઉપરાંત, સામાન્ય માણસની ધરપકડ જિલ્લાના વરિષ્ઠ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (એસએસપી) ની લેખિત પરવાનગી પછી જ થશે.

બેંચે દેશની બધી નીચલી અદાલતોને પણ ગાઈડલાઈન્સ સ્વીકારવા માટે જણાવ્યું છે. તેમાં એસસી/એસટી એક્ટના અંતર્ગત આરોપીની આગોતરા જામીન ઉપર મેજીસ્ટ્રેટ વિચાર કરશે અને પોતાના વિવેક સાથે જમાનત મંજુર અથવા નામંજૂર કરશે.

અત્યાર સુધીના ૧૯૮૯ના એસસી/એસટી એક્ટમાં નિયમ લાગુ કર્યો હતો કે, જો કોઈ વ્યક્તિ દ્વારા જાતી સબંધિત શબ્દ બોલવામાં આવ્યો અથવા ઝઘડો થાય તો ત્યારે તરત જ કેસ દાખલ કરી લેવામાં આવતો હતો. અત્યાર સુધી આવા કેસની જાચ-પડતાલ ઇન્સ્પેકટર રેન્કના પોલીસ અધિકારી જ કરતા હતા. હવે નવા ગાઈડલાઈન્સ અંતર્ગત પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (એસએસપી) હેઠળ તપાસ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, આ કિસ્સાઓમાં અદાલતે આગોતરા જામીન આપ્યા નથી. નિયમિત જમાનત માત્ર હાઇકોર્ટ દ્વારા જ આપવામાં આવતી હતી પરંતુ હવે કોર્ટને સાંભળ્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના રીપોર્ટ અનુસાર, દેશભરમાં જાતિસૂચક અપશબ્દો આપવાના ૧૧૦૬૦  કેસની ફરિયાદો જાહેર કરવામાં આવી હતી. દાખલ કરેલી આ ફરિયાદોમાંથી ૯૩૫ ખોટા કેસો થયા હોવાનું સામે આવ્યું હતું.