Not Set/ ભારતનો દુનિયાની સૌથી એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનો માર્ગ થયો મોકળો, હટી શકે છે યુએસનો પ્રતિબંધ

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી ભારત દ્વારા રશિયા પાસેથી ખરીદવામાં આવનારી S-૪૦૦ ડિફેન્સ સિસ્ટમ મેળવવાનો માર્ગ હવે મોકળો થતો જોવા મળી રહ્યો છે. અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા “કાઉન્ટરિંગ અમેરિકાજ એડવર્સરીઝ થ્રુ સેક્શન એક્ટ” (કાત્સા)નો પ્રતિબંધ હટાવવામાં આવી શકે છે, ત્યારે હવે આ ડીલ પર ભારત અને રશિયા પોતાની મહોર મારી શકે છે. વોશિંગ્ટનમાં અમેરિકન સંસદ […]

India Trending
1039106217 ભારતનો દુનિયાની સૌથી એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનો માર્ગ થયો મોકળો, હટી શકે છે યુએસનો પ્રતિબંધ

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી ભારત દ્વારા રશિયા પાસેથી ખરીદવામાં આવનારી S-૪૦૦ ડિફેન્સ સિસ્ટમ મેળવવાનો માર્ગ હવે મોકળો થતો જોવા મળી રહ્યો છે. અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા “કાઉન્ટરિંગ અમેરિકાજ એડવર્સરીઝ થ્રુ સેક્શન એક્ટ” (કાત્સા)નો પ્રતિબંધ હટાવવામાં આવી શકે છે, ત્યારે હવે આ ડીલ પર ભારત અને રશિયા પોતાની મહોર મારી શકે છે.

વોશિંગ્ટનમાં અમેરિકન સંસદ અને હાઉસ આર્મ્ડ સર્વિસીસ કમિટી દ્વારા સોમવારે રાષ્ટ્રીય રક્ષા પ્રાધિકરણ અધિનિયમ-૨૦૧૯ના જોઇન્ટ કોન્ફરન્સ રિપોર્ટમાં કાત્સાની કલમ ૨૩૧માં સંશોધન કરવા માટે કહેવામાં આવ્યું હતું.

આ સાથે જ કાત્સાની અંતર્ગત પ્રતિબંધના કાયદાથી ભારત સહિત ઇન્ડોનેશિયા અને વિયેતનામ જેવા દેશોને પણ છૂટ મળશે. મહત્વનું છે કે, આ પહેલા રશિયા પાસેથી હથિયારો અને ઇરાનથી તેલ ખરીદનારા દેશો પર આ પ્રતિબંધ મૂકાયો હતો.

આ પહેલા અમેરિકાના પ્રતિબંધ બાદ ભારતની આ ડીલ પર સંકટના વાદળો મંડરાયા હતા. જો કે આ પહેલા અમેરિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “કાત્સા હેઠળ આવનારા સંભવિત પ્રતિબંધની કાર્યવાહી ટાળવા અને ભારત સહિત મિત્ર દેશોની સંબંધમાં મદદ કરવા માટે કામ કરી રહ્યા છે”.

“આ અમેરિકાનો કાયદો છે યુએનનો નહિ” : રક્ષામંત્રી

જો કે આ પહેલા રક્ષામંત્રી નિર્મલા સીતારમણે આમેરીકાના કાત્સાના પ્રતિબંધ બાદ પણ રશિયા સાથેની S-૪૦૦ ડીલ અગળ વધારવાની વાત કહી હતી. તેઓએ કહ્યું હતું કે, “આ અમેરિકાનો કાયદો છે યુએનનો નહિ”.