Not Set/ રક્ષા મંત્રાલયની વેબસાઈટ થઇ હેક, હોમપેજ પર જોવા મળી રહ્યા છે ચાઈનીઝ અક્ષરો

દિલ્લી, છેલ્લા કેટલાક સમયથી હેકરો દ્વારા સરકારના અલગ-અલગ મંત્રાલયો, રાજકીય નેતાઓ તેમજ બોલીવુડના જાણીતા કલાકારોની વેબસાઈટ હેક થયા હોવાની માહિતી સામે આવી રહી છે ત્યારે શુક્રવારે વધુ એકવાર સરકારના મંત્રાલયની વેબસાઈટ હેક થયા હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. Ministry of Defence website hacked, Chinese characters appearing on the website home page. pic.twitter.com/VBzWXLC8EM— ANI (@ANI) […]

Top Stories
iii રક્ષા મંત્રાલયની વેબસાઈટ થઇ હેક, હોમપેજ પર જોવા મળી રહ્યા છે ચાઈનીઝ અક્ષરો

દિલ્લી,

છેલ્લા કેટલાક સમયથી હેકરો દ્વારા સરકારના અલગ-અલગ મંત્રાલયો, રાજકીય નેતાઓ તેમજ બોલીવુડના જાણીતા કલાકારોની વેબસાઈટ હેક થયા હોવાની માહિતી સામે આવી રહી છે ત્યારે શુક્રવારે વધુ એકવાર સરકારના મંત્રાલયની વેબસાઈટ હેક થયા હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે.

એક ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ, “રક્ષા મંત્રાલયની વેબસાઈટ mod.gov.inના હોમપેજ પર ચાઈનીઝ અક્ષરો જોવા મળી રહ્યા છે. આ હોમપેજ પર એક અનપેક્ષિત ભૂલ (unexpected error) આવી રહી છે તેમજ કૃપા કરીને પછીથી ફરી પ્રયાસ કરો (Please try again later)નો સંદેશ બતાવવામાં આવી રહ્યો છે”.

રક્ષા મંત્રીએ આપ્યા કાર્યવાહી કરવાના આદેશ

આ વચ્ચે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વેબસાઈટ હેક મામલે ટ્વીટ કરવામાં આવ્યું હતું. તેઓએ ટ્વીટ દ્વારા જણાવ્યું, “MOD વેબસાઈટ મામલામાં તપાસ કરવામાં આવી રહી છે અને યોગ્ય કાર્યવાહી પણ શરુ કરી દેવામાં આવી છે. વેબસાઈટ ટુંક જ સમયમાં સામાન્ય થઇ જશે. ભવિષ્યમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે ન આવે તે માટે જરૂરી તમામ પગલાઓ ભરવામાં આવશે”.

ચાઈનીઝ હેકર હોવાની સંભાવના

અધિકએરીઓના જણાવ્યા મુજબ, “વેબસાઈટ પર ચીની શબ્દનું નજરે આવવાનો એક સંકેત છે કે ચીની હેકર આ મામલામાં શામેલ હોઈ શકે છે”.

રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ પણ જણાવ્યું કે, “આ મામલા પર હમારી ચાપતી નજર છે. નેશનલ ઇન્ફોમેટિક્સ સેન્ટર દ્વારા તેને રિસ્ટોર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સેન્ટર જ આ વેબસાઈટનું સંચાલન કરે છે”.

આ પહેલા ગૃહ મંત્રાલયની વેબસાઈટ થઇ હતી હેક

મહત્વનું છે કે, આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં ગૃહ મંત્રાલયની ઓફિશિયલ વેબસાઈટ પણ સાઈબર ક્રાઈમનું શિકાર બની ચુકી છે જયારે આ વિભાગનું વેબ પોર્ટલ હેક કરવામાં આવ્યું હતું.