Not Set/ રેલવે ફાટક પાસે રાજધાની એક્સપ્રેસ સાથે ટકરાયો ટ્રક, બે ડબ્બાને નુકસાન

ગોધરા અને રતલામ વચ્ચે ત્રિવેન્દ્રમ રાજધાની એક્સપ્રેસની ટ્રક સાથે ટક્કર થઇ ગઈ હતી. થાન્દલા સ્ટેશન પાસે ફાટક નંબર 61 ના બૂમને તોડીને એક ટ્રક ઘુસી ગયો હતો. એ સમય દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલી ગાડી નંબર 12431 ત્રિવેન્દ્રમ-નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ સાથે ટકરાઈ ગયો હતો. જેથી રાજધાની એક્સપ્રેસના 2 કોચના વ્હીલ ઉતરી ગયા હોવાની જાણકારી છે. Madhya […]

Top Stories India
rajdhani535 565407683 6 રેલવે ફાટક પાસે રાજધાની એક્સપ્રેસ સાથે ટકરાયો ટ્રક, બે ડબ્બાને નુકસાન

ગોધરા અને રતલામ વચ્ચે ત્રિવેન્દ્રમ રાજધાની એક્સપ્રેસની ટ્રક સાથે ટક્કર થઇ ગઈ હતી. થાન્દલા સ્ટેશન પાસે ફાટક નંબર 61 ના બૂમને તોડીને એક ટ્રક ઘુસી ગયો હતો. એ સમય દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલી ગાડી નંબર 12431 ત્રિવેન્દ્રમ-નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ સાથે ટકરાઈ ગયો હતો. જેથી રાજધાની એક્સપ્રેસના 2 કોચના વ્હીલ ઉતરી ગયા હોવાની જાણકારી છે.

આ દુર્ઘટનામાં ડ્રાઈવરનું મોત થઇ ગયું હતું. કોઈ મુસાફર ઈજાગ્રસ્ત થયો હોવાની જાણકારી નથી. દુર્ઘટના સમયે રોડ ટ્રાફિક માટે ફાટક બંધ કરવામાં આવ્યું હતું. રાજધાની એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતારી ગયા હતા. પ્રભાવિત કોચના યાત્રીઓને બીજા કોચમાં મોકલી આપવામાં આવ્યા છે.

રેલવે મંત્રાલયના મીડિયા અને કોર્પોરેટ સંચાર અધિકારી રાજેશ દત્ત બાજપાઈએ જણાવ્યું કે, આ ઘટના ગુરુવારે સવારે લગભગ 6:44 વાગે થઇ હતી.