Not Set/ VIDEO : મિત્રની શપથવિધિમાં પહોચેલા નવજોતસિંહ સિદ્ધુએ પાક. આર્મી ચીફ સાથે આ રીતે મળ્યા ગળે

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને તહરીક-એ ઇંસાફના ચીફ ઇમરાન ખાને દેશના ૨૨માં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા છે. શપથ લેતા પહેલા ઇમરાન ખાનની પાર્ટીએ સંસદમાં બહુમતી હાંસલ કરી હતી, આ સાથે તેઓ પાકિસ્તાનમાં પોતાની જિંદગીની બીજી ઇનિંગ્સ રમવા માટે જઈ રહ્યા છે. જો કે આ વચ્ચે શનિવારે યોજાયેલા શપથવિધિ સમારોહમાં શામેલ થયેલા પંજાબ સરકારમાં મંત્રી અને […]

World Trending Videos
Navjot Singh Sidhu meets Pakistan Army Chief General VIDEO : મિત્રની શપથવિધિમાં પહોચેલા નવજોતસિંહ સિદ્ધુએ પાક. આર્મી ચીફ સાથે આ રીતે મળ્યા ગળે

ઇસ્લામાબાદ,

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને તહરીક-એ ઇંસાફના ચીફ ઇમરાન ખાને દેશના ૨૨માં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા છે. શપથ લેતા પહેલા ઇમરાન ખાનની પાર્ટીએ સંસદમાં બહુમતી હાંસલ કરી હતી, આ સાથે તેઓ પાકિસ્તાનમાં પોતાની જિંદગીની બીજી ઇનિંગ્સ રમવા માટે જઈ રહ્યા છે.

જો કે આ વચ્ચે શનિવારે યોજાયેલા શપથવિધિ સમારોહમાં શામેલ થયેલા પંજાબ સરકારમાં મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુની પાકિસ્તાનના આર્મી ચીફ સાથેની મુલાકાતને લઇ એક નવો વિવાદ સામે આવી રહ્યો છે.

હકીકતમાં ઇમરાન ખાનની શપથવિધિ સમારોહ દરમિયાન નવજોતસિંહ સિદ્ધુ પાકિસ્તાનની સેનાના પ્રમુખ કમર જાવેદ બાજવા સાથે ગળે મળતા જોવા મળી રહ્યા છે.

ન્યુઝ એજન્સી ANI દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, નવજોતસિંહ સિદ્ધુએ પાકિસ્તાનની સેનાના પ્રમુખ કમર જાવેદ બાજવાને ગળે મળાવ્યા છે.

ત્યારે હવે આ વીડિયો સામે આવ્યા બાદ એક નવો વિવાદ સામે આવી રહ્યો છે તો કોંગ્રેસ પાર્ટી માટે પણ અસમંસજ ભરી સ્થિતિ ઉભી થઇ છે. જો કે આ પહેલાથી જ નવજોતસિંહ સિદ્ધુના ઇમરાન ખાનની શપથવિધિમાં પાકિસ્તાન જવાને લઇ વિવાદ ઉભો થયો હતો.

મહત્વનું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે બોર્ડર પાર સ્થિતિ અત્યંત તંગદિલી ભરી જોવા મળી રહી છે અને આ વચ્ચે પાકિસ્તાન દ્વારા પણ સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, ત્યારે નવજોતસિંહ સિદ્ધુના આ વીડિયો અંગે અનેક સવાલો ઉભા થઈ શકે છે.