Not Set/ VIDEO : બીજેપી નેતાના પુત્રએ પોલીસ અધિકારીને આપી ધમકી, કહ્યું, “એક સેકન્ડમાં ટોપી નીચે કરાવી દઈશ”

ઉત્તરપ્રદેશ, ઉત્તરપ્રદેશના યોગી રાજમાં ભારતીય જનતા પાર્ટીના નેતાના પુત્રની દાદાગીરી દ્વારા એક પોલીસ અધિકારીને ધમકાવતો હોવાની એક ઘટના સામે આવી છે. બીજેપીના નેતાના પુત્રએ બજારમાં જાહેર જનતાની વચ્ચે એક પોલીસ અધિકારીને ધમકાવતા કહ્યું, “તે એક સેકન્ડમાં આ પોલીસ અધિકારી અને તેઓના બીજા અન્ય અધિકારીઓની ટોપી નીચે કરાવી દેશે. આ ભાજપની સરકાર છે”. પરંતુ જયારે બીજેપીના […]

India
SDG VIDEO : બીજેપી નેતાના પુત્રએ પોલીસ અધિકારીને આપી ધમકી, કહ્યું, "એક સેકન્ડમાં ટોપી નીચે કરાવી દઈશ"

ઉત્તરપ્રદેશ,

ઉત્તરપ્રદેશના યોગી રાજમાં ભારતીય જનતા પાર્ટીના નેતાના પુત્રની દાદાગીરી દ્વારા એક પોલીસ અધિકારીને ધમકાવતો હોવાની એક ઘટના સામે આવી છે. બીજેપીના નેતાના પુત્રએ બજારમાં જાહેર જનતાની વચ્ચે એક પોલીસ અધિકારીને ધમકાવતા કહ્યું, “તે એક સેકન્ડમાં આ પોલીસ અધિકારી અને તેઓના બીજા અન્ય અધિકારીઓની ટોપી નીચે કરાવી દેશે. આ ભાજપની સરકાર છે”.

પરંતુ જયારે બીજેપીના નેતાનો પુત્ર આં અધિકારીને ધમકાવી રહ્યો હતો ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ તેનો વિડીયો બનાવીને રેકોર્ડ કરી લીધો હતો. જો કે ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થયો હતો, જયારે લોકોએ તેની ખુબ નિંદા કરી છે.

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી વિડીયો ક્લિપ ૩૪ સેકન્ડની છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો, રસ્તા વચ્ચે કેટલાક લોકો જમા થયા છે, જેમાં એક પોલીસ ઓફિસર પર ઉભા રહ્યા હતા. જયારે તેની બાજુમાં બીજેપી નેતાના પુત્ર નારંગી કલરના મોદી જેકેટમાં જોવા મળી રહ્યો છે.

તે જણાવી રહ્યા છે કે, “લોકો માટે સારા કામ કરી રહ્યા છે તો બધું જ યોગ્ય છે. પરંતુ આ વચ્ચે એક પણ પોલીસવાળા ખોટા મળ્યા તો હું તમારી ટોપી બે સેકન્ડમાં ઉતરાવી દઈશ”.

એક ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આ મામલો ઉત્તરપ્રદેશના મુરાદાબાદનો છે. ,મુરાદાબાદમાં રાજપાલ ચૌહાણ નામના બીજેપી નેતા છે અને તેઓના પુત્ર અમિત ચૌહાણ છે. તેઓએ જ બજાર વચ્ચે પોલીસ ઓફિસરને ધમકાવ્યો હતો.

આ બીજેપી નેતાના પુત્રની ધમકી પર પોલી અધિકારી જણાવે છે કે, “બિલકુલ સર, તમે પુરાવાઓ શોધો”.

આ ઉપરાંત ભાજપના નેતાએ આગળ વધુમાં જણાવતા કહ્યું, “મારી પત્રકારોને પણ દરખાસ્ત છે કે, પોલીસ સ્ટેશનમાં પણ કઈ ક ખોટું થઇ રહ્યું છે તો મને ફફ્ત એક પુરાવો આપો. હું એક સેકન્ડમાં તેઓની જ નહી, અન્ય અધિકારીઓની પણ ટોપી નીચે કરાવી દઈશ. આ ભાજપની સરકાર છે”. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત લોકોમાંથી કેટલાક તેઓને ધમકી આપવા અંગે સમજાવતા પણ જોવા મળ્યા હતા.