Not Set/ દીપડાના આતંકથી લોકોમાં ભયનો માહોલ, દીપડાના આંટાફેરા થયા સીસીટીવીમાં કેદ

ગીરસોમનાથ, અવારનવાર ગીર સોમનાથમાં દીપડાના આંટાફેરા જોવા મળે છે. ત્યારે વધુ એક વાર ગીર સોમનાથના ટીંબડી ગામે સબસ્ટેશન પાસે દીપડા દેખાયા છે. આ દીપડાઓ ટીંબડી ગામના સબસ્ટેશનના સીસીટીવી ફુટેજમાં જોવા મળ્યા છે. આ 15 દીપડાઓના સમૂહે સબસ્ટેશનને ઘર બનાવી દીધુ છે. અવારનવાર આ દીપડાઓ દેખાતા અહીયાના સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ દીપડાઓનો વસવાટ સબસ્ટેશસન […]

Gujarat
dipado દીપડાના આતંકથી લોકોમાં ભયનો માહોલ, દીપડાના આંટાફેરા થયા સીસીટીવીમાં કેદ

ગીરસોમનાથ,

અવારનવાર ગીર સોમનાથમાં દીપડાના આંટાફેરા જોવા મળે છે. ત્યારે વધુ એક વાર ગીર સોમનાથના ટીંબડી ગામે સબસ્ટેશન પાસે દીપડા દેખાયા છે. આ દીપડાઓ ટીંબડી ગામના સબસ્ટેશનના સીસીટીવી ફુટેજમાં જોવા મળ્યા છે.

આ 15 દીપડાઓના સમૂહે સબસ્ટેશનને ઘર બનાવી દીધુ છે. અવારનવાર આ દીપડાઓ દેખાતા અહીયાના સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ દીપડાઓનો વસવાટ સબસ્ટેશસન પર કાર્યરત કર્મચારીઓ માટે મોતની લટકતી તલવાર સમાન છે. ત્યારે આ સબસ્ટેશનમાં બિન્દાસ આંટાફેરા મારતા અને સ્વાનનો શિકાર કરતા દીપડાઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.

ગામના લોકોનું કહેવું છે કે, અહીં છ જેવા દીપડા આંટાફેરા કરે છે અને તેમના સાથે નાના બચ્ચાઓ સાથે અહી ઘણીવાર આવે છે. ગામમાં કોઈ ખેડૂતને ખેતરમાં પાણીવાળવા માટે જવું હોય તો બે કે ત્રણ લોકો સાથે નીકળું પડેં છે. અહીં સબસ્ટેશનમાં કેબલ નાખવા માટે કેનાલો બનાવેલી છે જેમાં દીપડાઓએ પોતાનું ઘર બનાવી નાખ્યું છે. ટીંબડી ગામમાં જ આઠ જેવા દીપડાઓ છે અને આજુ બાજુમાં ઘણાં બધા દીપડાઓ રહે છે. જેના કારણે ગામના લોકોમાં ખુબ જ ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

ગામમાં લોકોનું કહેવું છે કે વનઅધિકારીઓને અહીં દીપડા પકડવા માટે પાંજરા મુકવા જોઈએ. કારણકે અહીં ઘણીવાર દીપડાઓ સવારમાં પણ દેખા દેતા હોય છે. ગામના લોકો સતત ભયમાં દિવસો પસાર કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ જિલ્લામાં માનવ વસાહતમાં દીપડાઓનાં વસવાટને કારણે અનેકવાર માનવ જીવ પર હુમલાની ઘટનાઓ છાશવારે બનતી રહે છે. સીસીટીવીમાં જોઇ શકો છો કે કેવી રીતે આ દીપડાઓ આરામથી સબસ્ટેશન પર ફરી રહ્યા છે. સબસ્ટેશન પાસે કાર્યરત કર્મચારીઓમાં સતત ભયનો માહોલ ફેલાયો છે.