Not Set/ 1 ફેબુઆરી રજુ થનારા સામાન્ય બજેટમાં ગરીબ લોકોને શુ હોય શકે છે અપેક્ષાઓ ? વાંચો.

1 ફેબ્રુઆરી સંસદમાં રજુ થનારા સામાન્ય બજેટને હવે ગણતરીના કલાકો બાકી છે. આ બજેટને લઇ ગરીબ લોકોને લઈ અમીર લોકોને ઘણી અપેક્ષાઓ છે. નાણામંત્રી અરુણ જેટલી દ્વારા રજુ કરવામાં આવતા બજેટમાં લોકોને સરકાર દ્વારા શું રાહત આપવામાં આવે છે તેના પર તમામ લોકોની નજર મંડરાયેલી છે. ત્યારે લોકોની અપેક્ષાઓ પર સરકાર કેટલી સાચી સાબિત થાય […]

India
1 ફેબુઆરી રજુ થનારા સામાન્ય બજેટમાં ગરીબ લોકોને શુ હોય શકે છે અપેક્ષાઓ ? વાંચો.

1 ફેબ્રુઆરી સંસદમાં રજુ થનારા સામાન્ય બજેટને હવે ગણતરીના કલાકો બાકી છે. આ બજેટને લઇ ગરીબ લોકોને લઈ અમીર લોકોને ઘણી અપેક્ષાઓ છે. નાણામંત્રી અરુણ જેટલી દ્વારા રજુ કરવામાં આવતા બજેટમાં લોકોને સરકાર દ્વારા શું રાહત આપવામાં આવે છે તેના પર તમામ લોકોની નજર મંડરાયેલી છે. ત્યારે લોકોની અપેક્ષાઓ પર સરકાર કેટલી સાચી સાબિત થાય છે,એ હવે 1 ફેબુઆરી એ ખબર પડશે.

સામાન્ય બજેટ પહેલા લોકોની આ અપેક્ષાઓ હોઈ શકે છે,

  • આયકર વિભાગ દ્વારા આપવામા આવતી ઈન્કમટેક્ષની છૂટ 2.50 લાખથી વઘારીને 3 લાખ રૂપિયા કરવામા આવે.
  • આવકવેરાના હાલના ટેકસ સલેબ્માં ફેરફાર કરી છુટ આપવામાં આવી શકે ચ્ગેચે , એટલે કે જ્યાં 10 ટકા ટેકસ લાગે છે ત્યા 5 થી 7 ટકા ટેકસ કરી ઘટાડો થઇ શકે છે.
  • હોમલોન પર મળતીટેકસની છુટ વઘારવામાં આવે જેથી ઘર ખરીદવાળાને ખર્ચમાં ઘટાડો થાય.
  • સ્ટેમ્પડયુટીમાં પણ રાહત મળી રહે.
  • રિયલ એસ્ટેટ જીએસટી હેઠળ લાવવામાં આવે જેથી નવા ઘરની ખરીદવું સસ્તું બને.
  • દેશમાં રોજગારી વઘુ સારી રીતે મળે એ માટે રોજગારની નીતિ લાવામાં આવે.
  • નવો વેપાર ધંધા શરૂ કરવા માટે પોત્સાહન મળી રહે, જેનાથી નવા રોજગારીનું સર્જન થાય.
  • પેટ્રોલ-ડીઝલ પર લગાડવામાં આવતી એકસાઈઝ ડયુટીમાં ધટાડો કરવામા આવે જેથી પેટ્રોલની વધતી કિમતમાં લોકોને રાહત મળી રહે.
  • પેટ્રોલ અને ડીઝલને જીએસટીના ડાયરામાં લાવવા માટે સરકાર દ્વારા બજેટમાં મહત્વની જોગવાઈ કરવામાં આવે.
  • સેકશન 80 C હેઠળ નિકાસ પર મળનારી છુટ 2 લાખથી વઘુ કરવામા આવે.
  • કાર પર લગાડવામા આવતી જીએસટીના રેટમા ઘટાડો કરવામા આવે. જેથી કાર ખરીદવામા ફાયદો મળી રહે.
  • ઈલેકટ્રિક ગાડીઓનો વઘારો કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે અને જીએસટી રેત 5 ટકા રાખવામા આવે.
  • રેલ્વેમાં સુરક્ષિત મુસાફરી કરવા માટે આઘુનિક ટેકનોલોજીની સાથે સાથે સિવાય બીજી પણ સેવા આપવામા આવે.
  • રેલ્વેની ટિકિટ બૂક કરવી સસ્તી બને, તેમજ ઓનલાઈન ટિકિટ બૂક કરવા પર વળતર મળી રહે.
  • કંપનીઓ તરફથી અપાતા મેડિકલ એલાઉન્સમાં ટેકસ પર છુટ આપવી જોઈએ. જેથી કર્મચારીઓને વઘુ રાહત મળે.