Not Set/ મોહન ભાગવતે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીય નાગરીકો પર વિષે શું કહ્યું ? જાણો

પૂણેમાં દિનાનાથ મંગેશકર હોસ્પિટલના એક સમારોહમાં હાજરી આપવા માટે પહોંચેલ સંઘ પ્રમુખ મોહન ભાગવતે વિદેશમાં સ્થાયી થયા બાદ દેશને ભુલી જતા ભારતીય નાગરીકો પર કટાક્ષ કર્યો હતો. તેમણે પોતાના ભાષણમાં જણાવ્યુ હતું કે, દેશમાં સ્વાસ્થ્ય સેવાઓ અને શિક્ષણ સેવાઓનું વેપારીકરણ કર્યા વિના સામાન્ય લોકો સુધી પહોંચાડવુ જરુરી છે અને આ શિક્ષિત લોકોની જવાબદારી છે. કોઈનુ […]

Top Stories
everyone living in india is hindu says rss chief mohan bhagwat મોહન ભાગવતે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીય નાગરીકો પર વિષે શું કહ્યું ? જાણો

પૂણેમાં દિનાનાથ મંગેશકર હોસ્પિટલના એક સમારોહમાં હાજરી આપવા માટે પહોંચેલ સંઘ પ્રમુખ મોહન ભાગવતે વિદેશમાં સ્થાયી થયા બાદ દેશને ભુલી જતા ભારતીય નાગરીકો પર કટાક્ષ કર્યો હતો. તેમણે પોતાના ભાષણમાં જણાવ્યુ હતું કે, દેશમાં સ્વાસ્થ્ય સેવાઓ અને શિક્ષણ સેવાઓનું વેપારીકરણ કર્યા વિના સામાન્ય લોકો સુધી પહોંચાડવુ જરુરી છે અને આ શિક્ષિત લોકોની જવાબદારી છે.

કોઈનુ પણ નામ લીધા વિના ભાગવતે જણાવ્યુ હતું કે, જ્યારે ભારતીય નાગરીકો વિદેશમાં જાય છે અને ત્યાંના લોકો તેમને સન્માનિત કરે છે ત્યારે તેમના ઉછેરમાં ભારતનુ રહેલ યોગદાનને તેઓ ભુલી જાય છે. પરંતુ આ યોગદાનને કોઈએ ભુલવુ ન જાઈએ. કારણ કે વ્યક્તિ ગમે તેટલો સફળ બની જાય અને વિદેશમાં સન્માન મેળવવા લાગે તો કંઈ તેના ઉછેરમાં રહેલ દેશનુ યોગદાન મટી જતુ નથી. વ્યક્તિએ ન ભુલવુ જાઈએ કે તેનો જન્મ કયા દેશમાં થયો હતો.
તેણે હંમેશા એ યાદ રાખવુ જાેઈએ કે મારા દેશનુ મારા વિકાસમાં કેટલુ મોટુ યોગદાન છે.

ભાગવતે વધુમાં જણાવતા કહ્યું, એ વાત હંમેશા યાદ રાખો કે આ દેશમાં જન્મેલ કોઈપણ વ્યક્તિ દુનિયાના કોઈપણ દેશમાં જઈને ઈજ્જત મેળવે છે તો તેનો મતલબ એ છે કે આ દેશની બાળ ઉછેર સંસ્કૃતિએ સન્માન મેળવ્યુ છે, કારણ કે તેનો ઉછેર આજ સંસ્કૃતિના આધારે થયો છે. દુનિયામાં આપણને જે સન્માન મળે છે તે માત્ર આપણા કામના કારણે નહીં પરંતુ આપણા દેશના કારણે પણ મળે છે. આજે દેશમાં પુરતી સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવા ઉપલબ્ધ હોવા છતા લોકોને તેના પર વિશ્વાસ નથી અને તેઓ ખાનગી હોસ્પિટલ અને શાળાનો સહારો લે છે. જેની પાછળનુ કારણ એ છે કે જે લોકો શિક્ષિત છે તેઓ તેમના સુધી સરકારી સેવાઓ પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા છે.