Not Set/ એવું તો શું છે કે ગુજરાતના આ હાઇવેને ગણવામાં આવી રહ્યો છે “કીલર હાઇવે”, વાંચો.

વડોદરા, દેશભરમાં પ્રવાસ અને માલ-સામાનની હેરફેર માટે સરકાર દ્વારા નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ કે નવા એક્સ્પ્રેસ વે બનાવવામાં આવી રહ્યા છે જયારે બીજી બાજુ આ જ હાઇવે લોકોની જિંદગી માટે મોતનું કારણ પણ બની રહ્યા છે. પરંતુ આ જ પ્રકારનો એક નેશનલ હાઇવે છે કે જે ગુજરાત રાજ્યમાંથી પસાર થાય છે પરંતુ તેને “કીલર હાઇવે” નામ આપવામાં […]

Gujarat Vadodara Trending
283602 road accident 2 એવું તો શું છે કે ગુજરાતના આ હાઇવેને ગણવામાં આવી રહ્યો છે "કીલર હાઇવે", વાંચો.

વડોદરા,

દેશભરમાં પ્રવાસ અને માલ-સામાનની હેરફેર માટે સરકાર દ્વારા નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ કે નવા એક્સ્પ્રેસ વે બનાવવામાં આવી રહ્યા છે જયારે બીજી બાજુ આ જ હાઇવે લોકોની જિંદગી માટે મોતનું કારણ પણ બની રહ્યા છે. પરંતુ આ જ પ્રકારનો એક નેશનલ હાઇવે છે કે જે ગુજરાત રાજ્યમાંથી પસાર થાય છે પરંતુ તેને “કીલર હાઇવે” નામ આપવામાં આવ્યું છે. એક તબક્કે આ નામ જાણીને તમે અચરજ પરમાડી શકો છો, પરંતુ આ એક સત્ય છે.

હકીકતમાં, ગુજરાતના સૌથી મોટા શહેર ગણાતા અમદાવાદ અને આર્થિક રાજધાની મુંબઈને જોડતા નેશનલ હાઇવે નંબર ૮ને દેશનો સૌથી વ્યસ્ત ધોરીમાર્ગ માનવામાં આવે છે. પરંતુ વડોદરા શહેરના પદમલા ગામ અને સુંદરપુરા ગામ વચ્ચેના ૩૦ કિલોમીટર અંતરના આ હાઇવેને હવે “કીલર હાઇવે” તરીકે સંબોધિત કરવામાં આવી રહ્યો છે. આ પાછળનું મુખ્ય કારણ છે, આ ૩૦ કિમીના એરિયામાં થઇ રહેલી અકસ્માતની ઘટનાઓ.

ત્યારે હવે શહેર પોલીસ દ્વારા આ ૩૦ કિમીના અંતરના હાઈવેને યાત્રીઓની સુરક્ષા બનાવવા માટે એક અભિયાન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ટ્રાફિક પોલીસકર્મીઓ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ને અલગ અલગ સૂચનો આપવામાં આવ્યા છે જેથી આ અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો થઇ શકે.

ટ્રાફિક પોલીસના એસપી અમિત વનાનીના જણાવ્યા અનુસાર, “અમારા દ્વારા છેલ્લા ત્રણ વર્ષોમાં થયેલી દુર્ઘટનાઓ તેમજ મૃત્યુ પામેલા લોકોનો એક ડેટા તૈયાર કરવામાં આવ્યો છે અને આ અંગે વિશ્લેષણ પણ કરાઈ રહ્યું છે. આ ૧૩ ઘટનાસ્થળોમાંથી ૯ જગ્યાઓ એવી જોવામાં મળી છે જેમાં સૌથી વધુ અકસ્માત થયા છે”.

છેલ્લા ત્રણ વર્ષમાં સામે આવી ૧૮૭ ઘટનાઓ

આ ૩૦ કિલોમીટરના અંતરના હાઇવેની અકસ્માતની ઘટનાઓ અંગે વાત કરવામાં આવે તો, ૨૦૧૫ થી લઇ ૨૦૧૭ સુધીમાં વડોદરા શહેર પાસેથી પસાર થતા આ ધોરીમાર્ગમાં ૧૮૭ ઘટનાઓ સામે આવી છે જેમાં ૧૨૪ લોકોના મોત નીપજ્યા છે.

નેશનલ હાઇવે ૮ પર વધી રહેલી અકસ્માતોની ઘટનાઓનું કારણ જણાવતા પોલીસ વિભાગે જણાવ્યું, “આ અકસ્માતની મોટા ભાગની ઘટનાઓ મોડી રાત્રે થાય છે અથવા તો વહેલી સવારે વિજિબિલીટી ઓછી હોવાના કારણે થતી હોય છે. જેથી આ ઘટનાઓને રોકવા માટે રિફ્લેટર્સ સૌથી વધુ મદદગાર થશે.