Not Set/ લેખિકા ગીતા મહેતાએ પદ્મશ્રી એવોર્ડ લેવા માટે કર્યો ઇન્કાર, જાણો શું છે કારણ

નવી દિલ્હી, ૨૬, જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ વર્ષના આપવામાં આવનારા ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં લેખિકા ગીતા મહેતાનું નામ પણ શામેલ છે. સરકાર દ્વારા ગીતા મહેતાને પદ્મ શ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ તેઓએ આ પુરસ્કાર સ્વીકાર […]

Top Stories India Trending
Gita Mehta લેખિકા ગીતા મહેતાએ પદ્મશ્રી એવોર્ડ લેવા માટે કર્યો ઇન્કાર, જાણો શું છે કારણ

નવી દિલ્હી,

૨૬, જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ વર્ષના આપવામાં આવનારા ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં લેખિકા ગીતા મહેતાનું નામ પણ શામેલ છે.

સરકાર દ્વારા ગીતા મહેતાને પદ્મ શ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ તેઓએ આ પુરસ્કાર સ્વીકાર કરવા માટે ઇન્કાર કરી દીધો છે. જો કે સાથે સાથે તેઓએ આ એવોર્ડ માટે સરકારને ધન્યવાદ પણ કહ્યું હતું.

તેઓએ કહ્યું હતું કે,” દેશમાં સામાન્ય ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ એવોર્ડ લેવાને લઈ આ સમય પર સવાલો ઉઠી શકે છે. આ સ્થિતિમાં મારા અને સરકાર બંને માટે અસમંજસ થઇ શકે છે”.

ગીતાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, મને સન્માન આપવા માટે સરકારને ધન્યવાદ કહું છું. આ એવોર્ડથી હું ગર્વની લાગણી અનુભવી રહી છે, પરંતુ આ સમયે પદ્મ શુંનું સન્માન હું લઇ શકતી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ દ્વારા ત્રણ હસ્તીઓના નામ આ સર્વોચ્ચ સન્માન માટે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ડો. ભૂપેન હજારિકા અને નાનાજી દેશમુખ છે.

ભારત રત્ન ઉપરાંત રાષ્ટ્રપતિ દ્વારા કુલ ૧૧૨ લોકોને પદ્મ પુરસ્કાર આપવા માટેની જાહેરાત કરી છે, જેમાં ૪ લોકોને પદ્મ વિભૂષણ, ૧૪ લોકોને પદ્મ ભૂષણ અને ૯૪ લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે.