Not Set/ બિહારના બેગુસરાયમાં ગંગા સ્નાન વખતે 3નાં મોત

બિહારના બેગુસરાયમાં આજે વહેલી સવારે ગંગા સ્નાન વખતે ભાગદોડ થતા 3નાં મોત થયા છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. આજે કાર્તિકી પૂનમ હોવાના કારણે ઘણાં ભક્તો અહીં ગંગા સ્નાન કરવા આવ્યા હતા. તે સમયે સિમરિયા ઘાટ પર કોઈ કારણોસર ભાગદોડ થઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં અત્યાર સુધી 3 લોકોનાં મોત થયા […]

Top Stories
five બિહારના બેગુસરાયમાં ગંગા સ્નાન વખતે 3નાં મોત

બિહારના બેગુસરાયમાં આજે વહેલી સવારે ગંગા સ્નાન વખતે ભાગદોડ થતા 3નાં મોત થયા છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. આજે કાર્તિકી પૂનમ હોવાના કારણે ઘણાં ભક્તો અહીં ગંગા સ્નાન કરવા આવ્યા હતા. તે સમયે સિમરિયા ઘાટ પર કોઈ કારણોસર ભાગદોડ થઈ ગઈ હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં અત્યાર સુધી 3 લોકોનાં મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.