Not Set/ ભારત રશિયા પાસેથી ખરીદશે અત્યાધુનિક એસ-400 મિસાઈલ સિસ્ટમ

દિલ્લી, બોર્ડર પાર કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાન અને ચીન સામે જોવા મળી રહેલા ઘર્ષણને જોતા ભારતીય રક્ષા મંત્રાલય દ્વારા હવે પોતાના સૈન્ય બેડામાં આધુનિક હથિયારો વધારવામાં આવી રહ્યા છે, ત્યારે ભારત પોતાની સુરક્ષા વયવસ્થા વધુ સઘન અને મજબૂત કરવાના ઈરાદાથી રશિયા પાસેથી એસ-400 મિસાઈલ સિસ્ટમ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, […]

India
s400 missile ભારત રશિયા પાસેથી ખરીદશે અત્યાધુનિક એસ-400 મિસાઈલ સિસ્ટમ

દિલ્લી,

બોર્ડર પાર કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાન અને ચીન સામે જોવા મળી રહેલા ઘર્ષણને જોતા ભારતીય રક્ષા મંત્રાલય દ્વારા હવે પોતાના સૈન્ય બેડામાં આધુનિક હથિયારો વધારવામાં આવી રહ્યા છે, ત્યારે ભારત પોતાની સુરક્ષા વયવસ્થા વધુ સઘન અને મજબૂત કરવાના ઈરાદાથી રશિયા પાસેથી એસ-400 મિસાઈલ સિસ્ટમ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ભારત અને રશિયા વચ્ચે એસ-400 મિસાઈલ સિસ્ટમ અંગે સહમતી સાધવામાં આવી છે પરંતુ હજી ઔપચારિક કરાર કરવામાં આવ્યા નથી. આગામી સપ્ટેમ્બર કે ઓકટોબર મહિનામાં પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે બેઠક યોજાવાની છે ત્યારે આ પહેલા કરાર થઈ જવાની સંભાવના છે.

1196 1488279253 ભારત રશિયા પાસેથી ખરીદશે અત્યાધુનિક એસ-400 મિસાઈલ સિસ્ટમ

મહત્વનું છે કે, આગામી સમયમાં ભારતના સૈન્ય બેડામાં શામેલ થવા જઈ રહેલી એસ-400 મિસાઈલ સિસ્ટમ એ એસ-૩00નું વિકસિત સ્વરૂપ છે.

માનવામાં આવી રહ્યું છે કે, અત્યાધુનિક એસ-400 મિસાઈલ ભારતને મળ્યા બાદ તેને પાડોશી દેશ ચીન સાથે જોડાયેલી 4 હજાર કિમી. લાંબી સીમા પર ગોઠવવામાં આવશે. આ મિસાઈલ સિસ્ટમની કિંમત અંદાજે 40 હજાર કરોડ રૂપિયા છે.

આ મિસાઈલ સિસ્ટમની મારક ક્ષમતા અંગે વાત કરવામાં આવે તો, અવકાશમાં 400 કિમીના અંતરથી S-400 શત્રુ દેશની મિસાઈલ, તેઓના યુધ્ધ વિમાન તેમજ ડ્રોનનો પણ નાશ કરી શકે છે.

સૌથી પહેલા આ મિસાઈલ સિસ્ટમ રશિયા પાસેથી ચીને ખરીદી હતી. ચીને પોતાની સરહદ પર ગોઠવવાની કાર્યવાહી હાથ ધરી રહ્યું છે. ત્યારે હવે ભારત દ્વારા પણ આ મિસાઈલ સિસ્ટમ ખરીદીને દેશની સીમાને વધુ સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.