Not Set/ રાહુલ ગાંધીએ  પહેર્યું 70,000 રૂપિયાનું જેકેટ,ભાજપે ‘સુટ-બુટ’ની સરકાર ગણાવી કર્યા પ્રહારો

શિલોંગ મેઘાલયમાં ચૂંટણીનો પ્રચાર કરવા પહોચેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પહેરેલું ૭૦,૦૦૦ રૂપિયાનું જેકેટ વિરોધીઓનું નિશાન બન્યું હતું.ભાજપની મેઘાલય શાખાએ મંગળવારે ટ્વિટ કરતા રાહુલ ગાંધીના જેકેટ પર નિશાન સાંધીને ટ્વીટર પર  લખ્યું હતું કે  રાહુલ ગાંધીજી, વ્યાપક ભ્રષ્ટાચાર દ્વારા મેઘાલયના સરકારી ખજાનાને ચૂસ્યા બાદ બ્લેક મનીથી સૂટબૂટની સરકાર?’ So @OfficeOfRG , soot(pun intended!)-boot ki sarkar with ‘black’ money […]

Top Stories
rahul main રાહુલ ગાંધીએ  પહેર્યું 70,000 રૂપિયાનું જેકેટ,ભાજપે 'સુટ-બુટ'ની સરકાર ગણાવી કર્યા પ્રહારો

શિલોંગ

મેઘાલયમાં ચૂંટણીનો પ્રચાર કરવા પહોચેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પહેરેલું ૭૦,૦૦૦ રૂપિયાનું જેકેટ વિરોધીઓનું નિશાન બન્યું હતું.ભાજપની મેઘાલય શાખાએ મંગળવારે ટ્વિટ કરતા રાહુલ ગાંધીના જેકેટ પર નિશાન સાંધીને ટ્વીટર પર  લખ્યું હતું કે  રાહુલ ગાંધીજી, વ્યાપક ભ્રષ્ટાચાર દ્વારા મેઘાલયના સરકારી ખજાનાને ચૂસ્યા બાદ બ્લેક મનીથી સૂટબૂટની સરકાર?’

rdf રાહુલ ગાંધીએ  પહેર્યું 70,000 રૂપિયાનું જેકેટ,ભાજપે 'સુટ-બુટ'ની સરકાર ગણાવી કર્યા પ્રહારો

 

ગત વર્ષે ઉત્તરાખંડમાં ચૂંટણી પ્રચારમાં એક જનસભામાં પોતાના કુર્તાના ફાટેલાં ખિસ્સામાં હાથ નાંખીને બતાવનારા રાહુલ ગાંધીના ૭૦,૦૦૦ રૂપિયાના જેકેટ પર ભાજપે ખુલ્લા પ્રહાર કર્યા હતા.

મહત્વનું છે  કે આ જેકેટ બ્રિટિશ લક્ઝરી ફેશન બ્રાન્ડ બરબરીએ બનાવ્યું છે. બ્લૂમિંગડેલ્સ વેબસાઈટના જણાવ્યાં મુજબ જેકેટની કિંમત 68,145 રૂપિયા છે. આ  ટ્વિટ દ્વારા ભાજપે રાહુલ ગાંધીના તે આરોપનો સીધો જવાબ આપ્યો છે જેમાં તેમણે પીએમ મોદીની સરકારને સૂટબૂટવાળી સરકાર ગણાવી હતી.

અત્રે જણાવવાનું કે વર્ષ 2015માં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ પોતાના નામવાળો સૂટ પહેર્યો હતો. ત્યારબાદ રાહુલ ગાંધીએ તેમના પર નિશાન સાધ્યું હતું. બાદમાં આ સૂટની હરાજી કરવામાં આવી તો તેને 4 કરોડ 31 લાખ રૂપિયા મળ્યા હતાં.

rahul રાહુલ ગાંધીએ  પહેર્યું 70,000 રૂપિયાનું જેકેટ,ભાજપે 'સુટ-બુટ'ની સરકાર ગણાવી કર્યા પ્રહારો

મેઘાલયમાં 27 ફેબ્રુઆરીના રોજ મતદાન છે અને કોંગ્રેસ આ પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં લગભગ 15 વર્ષથી સત્તામાં છે.અહી  ચૂંટણી પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ લગભગ ચાર હજાર  લોકો સાથે સંગીતનો આનંદ લીધો હતો.રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મેઘાલય ભલે નાનું રાજ્ય હોય પણ અહીના લોકોના સપના અને  પ્રેરણા બરાબરના મહત્વના છે.ભારત ત્યારે જ મજબુત બનશે જયારે આપને એકબીજાનો પ્રેમ અને આદર કરીશું.વધુમાં ઉમેર્યું હતું કે હું અહિયાં ચૂંટણી પ્રચાર અર્થે આવ્યો હતો પણ તેવું મને જરાય લાગી નથી રહ્યું.હવે ફરી ક્યારે મેઘાલય આવીશ તે મને ખબર નથી પણ ચોક્કસથી ટૂંક સમયમાં પાછો આવીશ.

 ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી બંને પોતાની પાર્ટીનો પ્રચાર કરવા માટે મેઘાલય પહોચી ગયા હતા.

n રાહુલ ગાંધીએ  પહેર્યું 70,000 રૂપિયાનું જેકેટ,ભાજપે 'સુટ-બુટ'ની સરકાર ગણાવી કર્યા પ્રહારો

rahulll રાહુલ ગાંધીએ  પહેર્યું 70,000 રૂપિયાનું જેકેટ,ભાજપે 'સુટ-બુટ'ની સરકાર ગણાવી કર્યા પ્રહારો

પીએમ નરેન્દ્ર મોદી એ મેઘાલયમાં ભાષણ મેઘાલયનો  પરંપરાગત પોષક પહેરીને કર્યું હતું જયારે અધ્યક્ષ રાહુલ ગાંધીએ ૭૦,૦૦૦નું જેકેટ પહેરીને કર્યું હતું.પીએમએ મેઘાલયમાં ભરપુર માત્રામાં મળી આવતા લાઇમ સ્ટોન,કોલસો અને ગ્રેનાઈટના જેવા  ખનીજ જથ્થાના વખાણ કર્યા હતા તો બીજી બાજુ રાહુલ ગાંધીએ મેઘાલયલનું  કલ્ચર , ધર્મ અને ભાષાના વખાણ કર્યા હતા.