Not Set/ કેસોની વહેંચણી મુદ્દે કરવામાં આવેલી અરજી SC દ્વારા ફગાવાઈ, કહ્યું, “કેસનું આવંટન એ CJIનો વિશેષાધિકાર છે”

દિલ્લી, થોડાક દિવસો પહેલા દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ટ જજોએ કોર્ટના ઈતિહાસમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી કોર્ટના કેસોની વહેંચણી મુદ્દે પોતાની નારાજગી દર્શાવી હતી અને આ માટે એક નવો નિયમ બનાવવા માટે હાકલ કરી હતી. જો કે ત્યારબાદ બુધવારે હાથ ધરાયેલી જાહેરહિતની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. વકીલ અશોક પાંડે દ્વારા આ જાહેરહિતની […]

Top Stories
DGGGGGGGG 1 કેસોની વહેંચણી મુદ્દે કરવામાં આવેલી અરજી SC દ્વારા ફગાવાઈ, કહ્યું, "કેસનું આવંટન એ CJIનો વિશેષાધિકાર છે"

દિલ્લી,

થોડાક દિવસો પહેલા દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ટ જજોએ કોર્ટના ઈતિહાસમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી કોર્ટના કેસોની વહેંચણી મુદ્દે પોતાની નારાજગી દર્શાવી હતી અને આ માટે એક નવો નિયમ બનાવવા માટે હાકલ કરી હતી. જો કે ત્યારબાદ બુધવારે હાથ ધરાયેલી જાહેરહિતની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

વકીલ અશોક પાંડે દ્વારા આ જાહેરહિતની અરજીને લઇ કોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. કોર્ટ દ્વારા આપવામાં આવેલા પોતાના ચુકાદામાં જણાવ્યું, ચીફ જસ્ટિસ અદાલતના સર્વોચ્ચ સંવેધાનિક અધિકારી અને અને કેસોની વહેંચણી કરવી એ તેમનો વિશેષાધિકાર છે.

ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ ડી વાઈ ચંદ્રહુડની ખંડપીઠે આ પીટીશન ફગાવી હતી. સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી પીટીશનમાં માંગણી કરવામાં આવી હતી કે, “ચીફ જસ્ટિસને દેશની સર્વોચ્ચ અદાલતના અન્ય બે વરિષ્ઠ જજો સાથે કોર્ટ નંબર એકમાં બેસવું જોઈએ અને તેમની સલાહ મુજબ કેસોની વહેંચણી કરવી જોઈએ”.

કોર્ટ દ્વારા આ પીટીશન ફગાવતા જણાવ્યું, “ચીફ જસ્ટિસ પાસે કેસોના આવંટન, બેન્ચોનું ગઠનનો એક વિશેષાધિકાર છે. કેસોના આવંટનમાં ચીફ જસ્ટિસ દ્વારા ભેદભાવના આરોપોને ફગાવતા કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું, ચીફ જસ્ટિસ એક સંવેધાનિક પદ છે અને તેઓના અધિકાર તેમજ જવાબદારીમાં કોઈ છેડછાડ કરી શકતું નથી. તેઓ બંધારણ મુજબ જ પોતાના કર્તવ્યોનું પાલન કરતા હોય છે.

supreme court judges press કેસોની વહેંચણી મુદ્દે કરવામાં આવેલી અરજી SC દ્વારા ફગાવાઈ, કહ્યું, "કેસનું આવંટન એ CJIનો વિશેષાધિકાર છે"

મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ટ જજો જસ્ટિસ જે એમ ચેલામેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન બી લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફ દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર આરોપ લગાવ્યા હતા કે, તેઓ મહત્વપૂર્ણ મામલાઓ જુનિયર જજોને આપી રહ્યા છે. આ મામલાને લઇ આ જજોએ CJIને લખેલો પત્ર પણ મીડિયા સમક્ષ રજુ કર્યો હતો. જેમાં તેઓએ કોર્ટના કેસોની વહેંચણી મુદ્દે પોતાનો અસંતોષ જતાવ્યો હતો.