ખુલાસો/ નટ્ટુ કાકાની જગ્યાએ નહી આવે બીજા કોઈ એકટર, મેકર્સે જણાવી વાયરલ ફોટોની વાસ્તવિકતા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટ્ટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયકનું નિધન થઈ ગયું છે. ત્યારથી તેમના રિપ્લેસમેન્ટની ચર્ચા થઈ રહી છે.

Entertainment
નટ્ટુ કાકા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટ્ટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયકનું નિધન થઈ ગયું છે. ત્યારથી તેમના રિપ્લેસમેન્ટની ચર્ચા થઈ રહી છે. હવે શોના નિર્માતા અસિત મોદીએ આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકી દીધું છે. અસિત મોદીએ કહ્યું કે નટ્ટુ કાકાના પાત્રનું કોઈ રિપ્લેસમેન્ટ નહીં થાય.

આ પણ વાંચો :રિયલ લાઈફમાં આજે દુલ્હન બનશે કુંડલી ભાગ્યની શ્રદ્ધા આર્યા, જુઓ મહેંદી સેરેમનીના ફોટો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદીએ કહ્યું, “વરિષ્ઠ અભિનેતાના અવસાનને એક મહિનો જ થયો છે. ઘનશ્યામ કાકા એટલે કે નટ્ટુ કાકા મારા સારા મિત્ર છે. મેં તેમના મિત્ર સાથે ઘણા વર્ષોથી કામ કર્યું છે. અમે શોમાં તેમના યોગદાનનું સન્માન કરીએ છીએ. અત્યારે અમે તેના પાત્રને બદલવા અંગે કંઈપણ આયોજન કર્યું નથી.

અફવાઓ પર ન આપો ધ્યાન

અસિત મોદીએ વધુમાં કહ્યું કે, ‘અમે નટ્ટુ કાકાના રોલ માટે અન્ય કોઈ અભિનેતાનો સંપર્ક પણ નથી કરી રહ્યા. ઘણી બધી અફવાઓ ચાલી રહી છે પરંતુ, હું દર્શકોને વિનંતી કરું છું કે તેઓ તેમના પર ધ્યાન ન આપે. નોંધનીય છે કે વર્ષ 2017માં દયાબેનનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણી પ્રસૂતિ રજા પર ગઈ હતી. નિર્માતાઓએ હજુ તેનું રિપ્લેસમેન્ટ શોધી શક્યા નથી.

આ પણ વાંચો : રાજકુમાર રાવના રિસેપ્શનમાં પહોંચ્યા VIP ગેસ્ટ, દીપિકા જેવા લુકમાં જોવા મળી પત્રલેખા

ફોટો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો હતો. આમાં ગડા ઈલેક્ટ્રોનિક્સની દુકાનમાં એક વૃદ્ધ માણસ બેઠો છે. ચાહકો દાવો કરી રહ્યા હતા કે આ નવા નટ્ટુ કાકા છે. જોકે, મેકર્સે આ ફોટોનું સત્ય જણાવ્યું છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ખુરશી પર બેઠેલા વૃદ્ધ વ્યક્તિ ગડા ઈલેક્ટ્રોનિક્સના મૂળ માલિકના પિતા છે. પ્રોડક્શન હાઉસને નટ્ટુ કાકા માટે કોઈ રિપ્લેસમેન્ટ મળ્યું નથી.

આપને જણાવી દઈએ કે ઘનશ્યામ નાયકે 3 ઓક્ટોબરે દુનિયાને અલવિદા કહી દીધુ. 4 ઓક્ટોબરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જ્યાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલની આખી ટીમ પહોંચી હતી. તે છેલ્લા 1 વર્ષથી કેન્સર સામે લડી રહ્યા હતા. ઘનશ્યામ નાયકના કિમો સેશન ચાલુ હતા, તેમ છતાં તેમણે વર્ષ 2021 માં કામ કર્યું. તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે શૂટ કર્યું હતું, આ સિવાય તેણે એક એડ પણ શૂટ કરી હતી.

આ પણ વાંચો : લગ્નના બંધનમાં બંધાયો રાજકુમાર રાવ, પત્રલેખા સાથે લીધા સાત ફેરા, જુઓ ફોટો

આ પણ વાંચો :પ્રતિક ગાંધી અને તાપસી પન્નુની ફિલ્મ વો લડકી હૈ કહાં`નો ફર્સ્ટ લૂક રિલીઝ

આ પણ વાંચો :રાજકુમાર રાવ અને પત્રલેખાનું વેડિંગ કાર્ડ થયું લીક, જાણો કયા લેશે સાત ફેરા