Not Set/ નવરાત્રી સ્પેશ્યલ : વડોદરામાં જેલના કેદી દ્વારા બનાવવામાં આવેલી વિવિધ ૨૬ આઈટમના સ્ટોલ બન્યા આકર્ષણનું કેન્દ્ર

વડોદરા માં શક્તિની આરાધના કરવાના મહાપર્વ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. નવરાત્રિના પ્રથમ દિવસેજ ગરબા મેદાનોમાં ખેલૈયાઓએ ઉત્સાહભેર ગરબા રમવાની શરૂઆત કરી દીધી છે. જેમાં જુના પાદરા રોડ, અક્ષર ચોક પાસે વડોદરા નવરાત્રિ ફેસ્ટીવલના ગરબાએ પ્રથમ દિવસથીજ જમાવટ કરી દીધી છે. જેલની કાળમીંઢ ચાર દિવાલો વચ્ચે સજા ભોગવી રહેલા કેદીઓ દ્વારા બનાવવામાં આવતી વિવિધ […]

Top Stories Gujarat Vadodara Trending
710798 navratri 072918 નવરાત્રી સ્પેશ્યલ : વડોદરામાં જેલના કેદી દ્વારા બનાવવામાં આવેલી વિવિધ ૨૬ આઈટમના સ્ટોલ બન્યા આકર્ષણનું કેન્દ્ર
વડોદરા
માં શક્તિની આરાધના કરવાના મહાપર્વ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. નવરાત્રિના પ્રથમ દિવસેજ ગરબા મેદાનોમાં ખેલૈયાઓએ ઉત્સાહભેર ગરબા રમવાની શરૂઆત કરી દીધી છે. જેમાં જુના પાદરા રોડ, અક્ષર ચોક પાસે વડોદરા નવરાત્રિ ફેસ્ટીવલના ગરબાએ પ્રથમ દિવસથીજ જમાવટ કરી દીધી છે.
જેલની કાળમીંઢ ચાર દિવાલો વચ્ચે સજા ભોગવી રહેલા કેદીઓ દ્વારા બનાવવામાં આવતી વિવિધ ચીજવસ્તુઓના વેચાણનો સ્ટોલ પ્રથમ વખત વડોદરા નવરાત્રિ ફેસ્ટીવલ ગરબા મેદાનમાં શરૂ થયો છે. જેમાં વિવિધ ચિજવસ્તુઓનું વેચાણ કરવા માટે 6 કેદીની ટીમ આવી છે.
વડોદરા નવરાત્રિ ફેસ્ટીવલના ગરબામાં શરૂ થયેલા કેદીઓના સ્ટોલમાં હાથવણાટ, ફરસાણ, હેન્ડીક્રાફ્ટ, સેનેટરી, ફર્નિચર જેવી વિવિધ 26 આઇટમો વેચાણમાં મૂકવામાં આવી છે.
નવરાત્રિના પ્રથમ દિવસેજ આ સ્ટોલે ગરબા રમવા અને જોવા આવનાર લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. કેદી મહેન્દ્રભાઇ મફતભાઇએ જણાવ્યું કે, હું ફરસાણ બનાવું છું. આજે વડોદરા મધ્યસ્થ જેલના નામથી વેચાતુ ફરસાણ આવનારા દિવસોમાં મારી કોઇ નક્કી કરેલી બ્રાન્ડથી વેચીશ. તેવો મને આજે નવરાત્રિ મહોત્સવમાં વેચાણ કરીને લાગી રહ્યું છે.
 નવરાત્રિ મહોત્સવ સાથે સમાજ પ્રત્યેની જવાબદારી નીભાવતા વી.એન.એફ. દ્વારા ગરબા મેદાનમાં ખાણી-પીણીના સ્ટોલની સાથે વડોદરા મધ્યસ્થ જેલને જેલમાં ઉત્પાદીત થતી ચિજવસ્તુઓનો સ્ટોલ રાખવા માટે જણાવ્યું હતું.
જેલ સત્તાવાળાઓએ જરૂરી કાયદાકીય પ્રક્રિયા સાથે જેલમાં કેદીઓ દ્વારા ફરસાણ, સેનેટરી, બેકરી, હાથ વણાટ, હેન્ડી ક્રાફ્ટ જેવી નાની-મોટી જે ચિજવસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. તેવી 26 જેટલી ચિજવસ્તુઓના વેચાણનો સ્ટોલ વડોદરા જેલના ઇતિહાસમાં પ્રથમ વખત વી.એન.એફ.માં શરૂ કર્યો છે.
જેલ સુપ્રિટેન્ડેન્ટ હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, જેલમાં સજા કાપતા કેદીઓને જેલમાંજ વિવિધ પ્રકારની તાલીમ  આપવામાં આવે છે. જેથી કેદીઓ તેઓની સજા પૂરી થયા બાદ. જેલની બહાર જઇને પોતાનો ઉદ્યોગ શરૂ કરી શકે તાલિમબધ્ધ કેદીઓને તેઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવતી  ચીજવસ્તુઓનું ભથ્થુ પણ આપવામાં આવે છે.
વી.એન.એફ.ના મયંકભાઇ પટેલે જણાવ્યું હતું કે, અમારો ધ્યેય માત્ર નવરાત્રિ ફેસ્ટીવલ પુરતો સિમીત નથી. અમે વિચાર્યું કે, લોકો ચાઇનાની આઇટમો તરફ વળી રહ્યા છે.
ત્યારે જેલમાં કેદીઓ દ્વારા ઉત્પાદીત ચિજવસ્તુઓની ખરીદી કરીને કેદીઓને મદદરૂપ કેવી રીતે બની શકાય. તેવા આશયથી કેદીઓને વિનામુલ્યે તેઓની ચિજવસ્તુઓના વેચાણ માટે સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. વડોદરા મધ્યસ્થ જેલના કેદીઓ દ્વારા વેચાણમાં મૂકવામાં આવેલી વસ્તુઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ઉલ્લેખનીય છે કે જેલમાં કેદીઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવતી વિવિધ ચિજવસ્તુઓના વેચાણનો સ્ટોલ પ્રથમ વખત નવરાત્રિ ગરબા મહોત્સવમાં શરૂ કરવામાં આવ્યો છે. 6 જેટલા કેદીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે જેલમાં ઉત્પાદીત થતી વસ્તુઓ પૈકી 26 જેટલી  ચીજવસ્તુઓનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.
આ વેચાણ દ્વારા જે આવક આવશે. તે આવકના 10 ટકા રકમ કેદીઓના પ્રિઝન વેલ્ફેર ફંડમાં જમા કરવામાં આવશે. જે ફંડ જેલીની સુધારણા અને કેદીઓના ઉપયોગમાં લેવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસેજ કેદીઓના સ્ટોલનું વેચાણ સારુ રહ્યું છે. જેલમાં કેદીઓ દ્વારા ઉત્પાદીત વસ્તુઓ લોકોમાં પણ આકર્ષણરૂપ બની છે.