Navratri-Vehicle sales/ નવલી નવરાત્રિ ખેલૈયાઓને જ નહી, ઓટોમોબાઇલ ઉદ્યોગને પણ ફળી

નવલી નવરાત્રિ ફક્ત ખેલૈયાઓને જ નહી ખાણીપીણીથી લઈને દરેક ઉદ્યોગોને ફળી છે. ઓટોમોબાઇલ ઉદ્યોગને પણ તેનાથી નોંધપાત્ર ફાયદો થયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અગાઉના વર્ષની તુલનાએ વાહનના વેચાણમાં વધારો થયો છે.

Ahmedabad Gujarat
Navratri Sales નવલી નવરાત્રિ ખેલૈયાઓને જ નહી, ઓટોમોબાઇલ ઉદ્યોગને પણ ફળી

અમદાવાદઃ નવલી નવરાત્રિ ફક્ત ખેલૈયાઓને જ નહી ખાણીપીણીથી લઈને દરેક ઉદ્યોગોને ફળી છે. ઓટોમોબાઇલ ઉદ્યોગને પણ તેનાથી નોંધપાત્ર ફાયદો થયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અગાઉના વર્ષની તુલનાએ વાહનના વેચાણમાં વધારો થયો છે.

અમદાવાદ, સુરત અને રાજકોટ તેમજ અન્ય શહેરોમાં નવરાત્ર દરમિયાન ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરનું ધૂમ વેચાણ થયું છે. તેમા પણ સૌથી વધુ વાહનો દશેરાના દિવસે વેચાયા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં વાહનોનું ધૂમ વેચાણ થયું છે.

અમદાવાદમાં આ નવરાત્રિ દરમિયાન જ 19 હજાર કારોનું વેચાણ થયું છે. આ ઉપરાંત 85 હજારથી પણ વધુ બાઇક વેચાયા છે. એક જ દિવસમાં 2,400 કારો અને 6000 બાઇકનું જબરજસ્ત વેચાણ થયું છે. આથી કહી શકાય કે નવરાત્રિ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને જબરજસ્ત ફળી છે.

ઉલ્લેખનીય છે કે ભારતનો ઓટોમોટિવ ઉદ્યોગ 20230 સુધીમાં વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી મોટો ઓટોમોબાઇલ ઉદ્યોગ બની જશે. હાલમાં ભારતનો ઓટોમોબાઇલ ઉદ્યોગ સાડા સાત લાખ કરોડનો છે અને અને તે વર્ષે 70થી 80 લાખ લોકોને પ્રત્યક્ષ રોજગાર આપે છે. કેન્દ્રીય માર્ગ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીના જણાવ્યા મુજબ 2027 સુધીમાં ભારતનો ઓટોમોબાઇલ ઉદ્યોગ 15 લાખ કરોડનો થઈ જશે અને તે બે કરોડથી વધુ લોકોને રોજગારી પતો હશે.

સરકાર હાલમાં પ્રોડકશન લિંક્ડ પ્રોત્સાહન આપી રહી છે. તેના દ્વારા ઓટોમોબાઇલ અને ઓટો કમ્પોનન્ટ્સ માટે 25,938 કરોડ રૂપિયાની પીએલઆઇ જેવી વિવિધ યોજનાઓ દ્વારા આ ક્ષેત્રના વિકાસને સમર્થન આપી રહી છે.

ભારતમાં સરકાર ઇલેક્ટ્રિક વાહનો અને હાઇબ્રિડ વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે અને તેના લીધે આગામી સમયમાં તેના ઉત્પાદનને મોટાપાયા પર વેગ મળે તેમ માનવામાં આવે છે. ભારત હાલમાં વિશ્વમાં મોબાઇલની સાથે ઓટોમોબાઇલ ઉદ્યોગનું હબ બનવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેના માટેની વેલ્યુ ચેઇન પણ પ્રસ્થાપિત કરી રહ્યું છે. ભારત 2030 સુધીમાં વિશ્વમાં ઓટો ઉત્પાદનમાં ત્રીજા નંબરે પહોંચવાનું લક્ષ્યાંક ધરાવે છે.


whatsapp ad White Font big size 2 4 નવલી નવરાત્રિ ખેલૈયાઓને જ નહી, ઓટોમોબાઇલ ઉદ્યોગને પણ ફળી


 

આ પણ વાંચોઃ Tiger/ ચિત્તાની સંખ્યા વધારવામાં ‘વાઘ’ની સંખ્યા ઘટી!!

આ પણ વાંચોઃ India Growth/ ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે 

આ પણ વાંચોઃ Ahmedabad-Flyover/ અમદાવાદમાં પાંજરાપોળ ખાતે ફોર લેનનો ઓવરબ્રિજ બનશે