Political/ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે દેખાયા માસ્ક વગર

જ્યારે કોરોના વાયરસ આટલી વધુ ઝડપી ફેલાઈ રહ્યો છે, તો શું ચુંટણી રોકી શકાય નહિ?

India Uncategorized
raj thakre મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે દેખાયા માસ્ક વગર

મહારાષ્ટ્રમાં કોરોના વાયુવેગે વધી રહ્યો છે ત્યારે અનેક શહેરોમાં ખુબ જ કડક પગલા લેવાઈ રહ્યા છે તો કર્ફ્યું લાદી દેવામાં આવ્યો છે. હજુ કોરોના વાયરસ દેશમાંથી દુર થયો નથી ત્યારે હજુ પણ લાપરવાહી જોવા મળી રહી છે.

એકબાજુ સરકાર માસ્કને ખુબ જ જરૂરી જણાવે છે તો બીજી તરફ શિવાજી પાર્કમાં એક મરાઠી ભાષા દિવસના કાર્યક્રમમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે માસ્ક વગર જોવા મળ્યા હતા.

महाराष्ट्र में कोरोना संक्रमण के बीच बगैर मास्क के दिखे राज ठाकरे,कहा- मैं मास्क नहीं पहनता हूं

એટલું જ નહીં, તેમને ત્યાં સુધી કહ્યું કે તે માસ્કનો ઉપયોગ કરતા નથી, તેમણે આગળ કહ્યું કે, જ્યારે કોરોના વાયરસ આટલી વધુ ઝડપી ફેલાઈ રહ્યો છે, તો શું ચુંટણી રોકી શકાય નહિ? તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી આપવામાં આવી ન હતી. મંજૂરી ન મળી તો પણ મહારાષ્ટ્રના ઘણા હસ્તીઓએ હાજરી આપી છે. ચોકાવનારી બાબત એ છે કે સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન એમએમએસ ચિફ રાજ ઠાકરેમાસ્ક વગર જોવા મળ્યા.

રાજ ઠાકરે આ કાર્યક્રમમાં તેમની પત્ની, પુત્ર અને પુત્રવધુ સાથે આવ્યા હતા. મરાઠી ભાષા દિવસના કાર્યક્રમોની મંજૂરી આપવામાં આવતી નથી તેને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.