Not Set/ નવરાત્રી:  એક્ઝીબીશનમાંથી ખરીદી કરવાનો ક્રેઝ, આ ચણિયા ચોળીની ડિમાન્ડ વધી

અમદાવાદ   બસ હવે નવરાત્રી શરુ થવામાં ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા ત્યારે ઠેર-ઠેર નવરાત્રીનાં ડાન્સ ક્લાસ શરુ થઇ ગયા છે અને યુવતીઓ નવરાત્રીની તૈયારીઓમાં વ્યસ્ત થઇ ગઈ છે. નવરાત્રીને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પેશિયલ નવરાત્રી કલેક્શન માટે એક્સિબિશન લગાવવામાં આવ્યા છે તેમજ માર્કેટમાં અવનવા ગામઠી ચણીયા ચોળી તેમજ ડિઝાઈનર ચણીયા ચોળીએ પોતાની ધાક જમાવી […]

Fashion & Beauty Lifestyle
mamao નવરાત્રી:  એક્ઝીબીશનમાંથી ખરીદી કરવાનો ક્રેઝ, આ ચણિયા ચોળીની ડિમાન્ડ વધી

અમદાવાદ  

બસ હવે નવરાત્રી શરુ થવામાં ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા ત્યારે ઠેર-ઠેર નવરાત્રીનાં ડાન્સ ક્લાસ શરુ થઇ ગયા છે અને યુવતીઓ નવરાત્રીની તૈયારીઓમાં વ્યસ્ત થઇ ગઈ છે. નવરાત્રીને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પેશિયલ નવરાત્રી કલેક્શન માટે એક્સિબિશન લગાવવામાં આવ્યા છે તેમજ માર્કેટમાં અવનવા ગામઠી ચણીયા ચોળી તેમજ ડિઝાઈનર ચણીયા ચોળીએ પોતાની ધાક જમાવી દીધી છે.

દર વર્ષે નવરાત્રિ આવતા જ ખાસ કરીને યુવતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. શહેરના બજારોમાં અને એક્સિબિશનોમાં યુવતીઓનો જમાવડો જોવા મળે છે. જાત-જાતના અને ભાત-ભાતના ચણીયા ચોલીની સાથે અવનવી એસેસરીઝ પણ ધૂમ મચાવી આ વખતે મચાવી રહી છે અને આં વખતેખાસ કરીને લાઈટ વેઇટ અને હેન્ડ મેઇડ મટીરીયલ માંથી બનેલી જ્વેલરી યુવતીઓ વધારે પસંદ કરી રહી છે.

યુવતીઓ મહિનાઓથી જ નવરાત્રીની તૈયારીમાં લાગી જાય છે.ત્યારે આવા એક્સિબિશનથી યુવતીઓને એક જ સ્થળે થી અલગ-અલગ અને ડિઝાઈનર આઉટફીટ્સ અને એસેસરીસ મળી રહે છે. તેથી યુવતીઓનો જમાવડો આવા પ્રદર્શનોમાં વધારે જોવા મળે છે.

હાલ તો મહિલાઓ તો ચણીયા ચોળી ખરીદવા માટે નીકળી રહી છે. નવી ડિઝાઈન સાથે ભાત-ભાતનાં ચણિયા ચોળી માર્કેટમાં જોવા મળી રહ્યા છે.

તો તમે પણ શેની રાહ જોઈ રહ્યા છો? આ વખતે બજારમાં અલગ અલગ ભાતની ચણીયા ચોલીઓ આવી ગઈ છે.જેમ કે આભલા વર્ક વાળા, ગોટા-લટકણવાળા, મોતી વર્કવાળા તેમજ બોર્ડર-લેસ વાળા ચણીયા ચોળી બાજરમાં જોવા મળી રહી છે. જે પહેરીને તમે એકદમ ગ્લેમરસ ગોપી જેવા લાગી શકો છો અને દાંડિયા રમતા લોકોની નજર તમારા પરથી આવીને અટકી જશે.

જો આ વર્ષે ચણીયા ચોળીની વેરાઈટીઓની વાત કરીએ..

પ્લેન ઘાઘરા અને પ્રિન્ટેડ દુપટ્ટાનો ખુબજ અનેરો ટ્રેન્ડ જોવા મળ્યો છે. ત્યારે જૂની અને એવરગ્રીન એવી ગામઠી વર્કની ફેશન  આજે પણ એટલીજ પ્રચલિત જોવા મળી રહી છે.

Related image

લાઈટ વેઇટ ચણીયા ચોળી પણ ખૂબ જોવા મળી રહી છે.કાચ અને જરદોશી વર્ક કરેલા ચણીયા ચોળી સૌથી અલગ જ પ્રભાવ પડી રહ્યા છે.

Related image

તો બીજી બાજુ ઈન્ડો-વેસ્ટર્ન ટ્રેન્ડે પણ ખૂબ જોર પકડ્યું છે.નોર્મલ જિન્સ ઉપર કેડિયું આ વખતે નવું જોવા મળ્યું છે.જયારે ચણિયા ચોળીમાં હેવી લટકણ એક અલગ જ ઉઠાવ આપી રહ્યા છે.

Image result for navratri indo chaniya choli

લટકણની વાત કરીયે તો કાંચ,મોતી અને કલોથ મટિરિયલ માંથી બનેલા લટકણ આખા ચણીયા ચોળીને અને રોજ ઉઠાવ આપી રહ્યા છે.

Related image