Not Set/ થોડી તો શરમ કરો: બસ લોકાર્પણમાં પાંખી હાજરી,ખુરશીઓ ભરવા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા

નવસારી, સૌ ભણે સૌ આગળ વધે, પરંતુ આવી રીતે મંત્રીઓના કાર્યક્રમાં ચાલુ નિશાળે વિધાર્થીઓને કાર્યક્રમોમાં બસ એટલા માટે લઇ જવામાં આવે છે કે ખુરશીઓ ખાલી છે. આવી રીતે ભણશે વિદ્યાર્થીઓ. આ કોઈ એક જગ્યાની વાત નથી અવારનવાર આવા સમાચારો સામે આવતા હોય છે. થોડી તો શરમ આવી જોઈએ કે વિધાર્થીઓ અભ્યાસ મહત્વનો છે ના કે […]

Top Stories Gujarat Others Videos
mantavya 157 થોડી તો શરમ કરો: બસ લોકાર્પણમાં પાંખી હાજરી,ખુરશીઓ ભરવા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા

નવસારી,

સૌ ભણે સૌ આગળ વધે, પરંતુ આવી રીતે મંત્રીઓના કાર્યક્રમાં ચાલુ નિશાળે વિધાર્થીઓને કાર્યક્રમોમાં બસ એટલા માટે લઇ જવામાં આવે છે કે ખુરશીઓ ખાલી છે. આવી રીતે ભણશે વિદ્યાર્થીઓ. આ કોઈ એક જગ્યાની વાત નથી અવારનવાર આવા સમાચારો સામે આવતા હોય છે.

થોડી તો શરમ આવી જોઈએ કે વિધાર્થીઓ અભ્યાસ મહત્વનો છે ના કે મંત્રીઓના કાર્યક્રમોમાં ખુરશીઓ ભરવી. આ વિશે સ્થાનિકોએ અને શાળાના આચાર્યોએ પણ વિચારવા જેવું છે.

નવસારીમાં વાંસદા ખાતે નવનિર્મિત બસ સ્ટેશનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બસ સ્ટેશન 1.42 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. જો કે લોકાર્પણમાં પાંખી હાજરી જોવા મળી આવી હતી. તેથી શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી કે લોકાપર્ણ સમયે શાળાના વિધાર્થીઓને બેસાડવામાં આવ્યા હોય, ઘણીવાર આવા સમાચારો મળતા હોય છે જ્યાં મંત્રીઓ મીડિયાના કેમરામાં સારું દેખાડવા માટે શાળાના વિધાર્થીઓને બેસાડીદે છે. વિધાર્થીઓના અભ્યાસ વિશે આવા મંત્રીઓને થોડી પણ ચિંતા નથી હોતી બસ પોતાની ઈમેજ સારી દેખાય તે માટે માસૂમ ભૂલકાઓના સહારે આવી જાય છે અને આવા મોટા કાર્યક્રમોમાં પબ્લીકની પાંખી હાજરી હોય ત્યાં શાળાના વિધાર્થીઓને બેસાડી દેવામાં આવે છે.