ડ્રગ્સ/ વડોદરામાં MD ડ્રગ્સની ચાલતી મોટી ડીલ સમયે જ NCB એ કરી રેડ, અને મહિલાઓ સહિત પકડાયા અનેક લોકો

ભાવેશ રાજપુત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ગુજરાત ઝોનલની ટીમે વડોદરામાં રેડ કરીને કરોડોની કિંમતના MD ડ્રગ્સ સાથે સાત શખ્સોની ધરપકડ કરી છે, મહત્વનું છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે બાતમીના આધારે વોચ રાખીને વડોદરામાં ડ્રગ્સની ચાલુ ડિલમાં જ રેડ કરી હતી..રેડ દરમિયાન NCB એ બે મહિલાઓ સહિત 7 ઈસમોની ધરપકડ કરી છે..આરોપીઓ પાસેથી 994 ગ્રામ MD […]

Ahmedabad Gujarat
IMG 20210617 WA0021 વડોદરામાં MD ડ્રગ્સની ચાલતી મોટી ડીલ સમયે જ NCB એ કરી રેડ, અને મહિલાઓ સહિત પકડાયા અનેક લોકો

ભાવેશ રાજપુત

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ગુજરાત ઝોનલની ટીમે વડોદરામાં રેડ કરીને કરોડોની કિંમતના MD ડ્રગ્સ સાથે સાત શખ્સોની ધરપકડ કરી છે, મહત્વનું છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે બાતમીના આધારે વોચ રાખીને વડોદરામાં ડ્રગ્સની ચાલુ ડિલમાં જ રેડ કરી હતી..રેડ દરમિયાન NCB એ બે મહિલાઓ સહિત 7 ઈસમોની ધરપકડ કરી છે..આરોપીઓ પાસેથી 994 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો કબ્જે કરાયો છે..મહત્વનું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં આ MD ડ્રગ્સની કિંમત કરોડો રૂપિયા હોવાનું સામે આવ્યું છે.. NCBની ટીમે આરોપીઓ પાસેથી ડ્રગ્સ સિવાય ૭.૫૦ લાખ રોકડ રકમ તેમજ ૨ કાર સહિત ત્રણ વાહનો જપ્ત કર્યા છે…પ્રાથમિક તપાસમાં આરોપીઓ મહારાષ્ટ્રથી આ MD ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં લાવ્યા હોવાનું ખુલ્યું છે, NCB ની ટીમને છેલ્લા દસ વર્ષના સમયગાળા દરમિયાન પહેલી વાર MD ડ્રગ્સના આટલા મોટા જથ્થાને ઝડપી ગુજરાતમાં થતો મોટો નશાનો કારોબાર ઝડપી લેવામાં સફળતા મળી છે..

IMG 20210617 WA0145 વડોદરામાં MD ડ્રગ્સની ચાલતી મોટી ડીલ સમયે જ NCB એ કરી રેડ, અને મહિલાઓ સહિત પકડાયા અનેક લોકો

NCB એ પકડેલા 7 આરોપીઓમાં તમામ આરોપીઓ ગુજરાતના હોવાનું સામે આવ્યું છે..જેમાં બે મહિલાઓ પણ સામેલ છે..આરોપીઓ પાસેથી મળી આવેલી 7.50 લાખ રોકડ રકમ આ ડ્રગ્સની ડીલ માટેની જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે..ત્યારે આ આરોપીઓ ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ આ MD ડ્રગ્સ વેચવાના હતા..કોને કોને આપતા હતા અને અગાઉ MD ડ્રગ્સ ગુજરાતમાં લાવીને વેચ્યો છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે..તે સિવાય પકડાયેલી બંને મહિલાઓની ડ્રગ્સની હેરાફેરીમાં શુ કામગીરી છે તેને લઈને પણ NCB ની ટિમ તપાસ કરી રહી છે…

મહત્વનું છે કે બે દિવસ પહેલા જ અમદાવાદ ગ્રામ્ય SOG ની ટીમે સાણંદના ચેખલા ગામમાંથી 155 કિલો ગાંજો ઝડપી 5 ઈસમોની ધરપકડ કરી હતી ત્યારે વડોદરામાં NCB ની ટીમે MD ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેતા ગુજરાતમાં ફરી એક વાર નશાનો વેપાર શરૂ થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે…