Not Set/ કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં શરૂઆતી વલણોમાં NDA આગળ

દેશના 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આજે જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ગઇ છે. દેશમાં આ વર્ષની પ્રથમ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા 27 માર્ચથી શરૂ થઈ હતી.

Top Stories India
123 5 કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં શરૂઆતી વલણોમાં NDA આગળ

દેશના 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આજે જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ગઇ છે. દેશમાં આ વર્ષની પ્રથમ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા 27 માર્ચથી શરૂ થઈ હતી. જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થતાં 29 એપ્રિલનાં રોજ મતદાન યોજાયું હતું. જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળની 292, આસામની 126, કેરળની 140, તમિળનાડુની 234 અને પુડુચેરીની 30 બેઠકો પર મતદાનનાં પરિણામો આવવાનું શરૂઆત થોડીવારમાં થઇ જશે. જો કે અત્યારે, મતની ગણતરી ચાલુ છે અને વલણો આવી રહ્યા છે.

પ.બંગાળ મત ગણતરી / જય શ્રી રામનાં નારા લગાવર ભાજપે વલણોમાં 100 નો આંકડો કર્યો પાર, સંબિત પાત્રા બોલ્યા- ગઇ પ્રશાંત કિશોરની નોકરી

આપને જણાવી દઇએ કે, કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો આજે આવી રહ્યા છે. મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે. અહીં કોંગ્રેસનાં નેતૃત્વવાળા ગઠબંધન અને ભાજપનાં નેતૃત્વવાળા ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર થઇ રહી છે. જો એક્ઝિટ પોલનો અંદાજ સાચો હોય તો એનડીએ પુડ્ડુચેરીમાં ગઠબંધનની સરકાર બનાવશે. એક્ઝિટ પોલમાં એનડીએ સરકાર પુડ્ડુચેરીમાં રચાયેલી જોવા મળી રહી છે. ભાજપનાં નેતૃત્વમાં ગઠબંધનને 20 થી 24 બેઠકો મળવાનો અંદાજ છે. એક્ઝિટ પોલમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ ગઠબંધનને 6 થી 10 બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે અન્યને શૂન્યથી એક બેઠક મળવાનો અંદાજ છે.

મત ગણતરી / બંગાળમાં કોને મળશે જીત અને કોને મળશે હાર, આજે છે પરિણામનો દિવસ

પુડ્ડુચેરીમાં એનડીએને 52 ટકા અને યુપીએને 37 ટકા મત મળવાનો અંદાજ છે. અન્યને 11 ટકા મત મળવાની ધારણા છે. અહીં કોંગ્રેસે ડીએમકે સાથે ગઠબંદન કરીને ચૂંટણી મેદાનમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે ભાજપ, અખિલ ભારતીય એનઆર કોંગ્રેસ અને એઆઈડીએમકે સહિતનાં અન્ય નાના પક્ષો મળીને ચૂંટણીનાં મેદાનમાં છે. 33 બેઠકોવાળી પુડ્ડુચેરી વિધાનસભામાં, 30 બેઠકો પર ચૂંટણી યોજાય છે, જ્યારે ત્રણ બેઠકો અહીં નામાંકિત હોય છે. જેની કેન્દ્ર નિમણૂક કરે છે. 2016 ની ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ ગઠબંધન જીત્યું હતુ. યુપીએએ કુલ 17 બેઠકો જીતી હતી, જેમાં એકલા કોંગ્રેસે 15 બેઠકો જીતી હતી. કોંગ્રેસનાં વી નારાયણસ્વામી પુડુચેરીનાં મુખ્ય પ્રધાન બન્યા હતા.

Untitled કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં શરૂઆતી વલણોમાં NDA આગળ