Protest/ કુસ્તીબાજોની ધરપકડથી નીરજ ચોપરાનું દર્દ છલકાયું, ટ્વિટ કરીને કરી આ વાત..

દિલ્હીના જંતર-મંતર પર બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સામે કાર્યવાહી કરતી વખતે દિલ્હી પોલીસે તેમની અટકાયત કરી હતી

Top Stories India
8 1 14 કુસ્તીબાજોની ધરપકડથી નીરજ ચોપરાનું દર્દ છલકાયું, ટ્વિટ કરીને કરી આ વાત..

દિલ્હીના જંતર-મંતર પર બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સામે કાર્યવાહી કરતી વખતે દિલ્હી પોલીસે તેમની અટકાયત કરી હતી. કુસ્તીબાજો જંતર-મંતરથી નવા સંસદ ભવન તરફ કૂચ કરવા માંગતા હતા ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી. કુસ્તીબાજોની ધરપકડ કરવાની સાથે દિલ્હી પોલીસે તેમના તંબુઓ પણ હટાવ્યા હતા. જોકે મોડી સાંજે કુસ્તીબાજોને મુક્ત કરવામાં આવ્યા હતા. હવે જેવલિન થ્રોઅર અને ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાએ આ સમગ્ર ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. કુસ્તીબાજ સાક્ષી મલિકના વીડિયોને ટેગ કરતાં નીરજ ચોપરાએ લખ્યું, ‘આ વીડિયો મને દુઃખી કરે છે. તેની સાથે વ્યવહાર કરવાની વધુ સારી રીત હોવી જોઈએ.

રવિવારે, બજાંગ પુનિયા, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ જેવા ટોચના કુસ્તીબાજો નવી સંસદ ભવન તરફ કૂચ કરવા અને ‘મહિલા મહાપંચાયત’ યોજવાનું આયોજન કરી રહ્યા હતા. કુસ્તીબાજોને શરૂઆતમાં જંતર-મંતર છોડવાની મંજૂરી આપવામાં આવી હતી, જ્યાં તેઓ 24 એપ્રિલથી વિરોધમાં બેઠા હતા. જો કે, કુસ્તીબાજોએ ધરણાં સ્થળની આસપાસના બેરિકેડ્સને ઓળંગતાની સાથે જ પોલીસ દ્વારા તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.