Not Set/ દીપિકાના બોયફ્રેન્ડ સાથે સિંગર નીતિ મોહને કર્યા લગ્ન, પિતા રહ્યા લગ્નથી દૂર

મુંબઇ નૈનો વાલે ને, ઇષ્ક  વાલા લવ જેવા હિટ ગીતો આપનારી ગાયિકા નીતિ મોહને હૈદરાબાદમાં નિહાર પંડ્યા સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં હતા. નિહાર પંડ્યાએ  ફિલ્મ મણિકર્ણિકાથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે અને જ્યારે દીપિકા પાદુકોણ અને નિહાર પંડ્યા મોડલિંગ કરતા હતા ત્યારે નિહાર દીપિકાનો બોયફ્રેન્ડ પણ રહી ચૂક્યો છે. જોકે નીતિ મોહન અને નિહાર પંડ્યાના લગ્નમાં […]

Uncategorized
niti mohan દીપિકાના બોયફ્રેન્ડ સાથે સિંગર નીતિ મોહને કર્યા લગ્ન, પિતા રહ્યા લગ્નથી દૂર

મુંબઇ

નૈનો વાલે ને, ઇષ્ક  વાલા લવ જેવા હિટ ગીતો આપનારી ગાયિકા નીતિ મોહને હૈદરાબાદમાં નિહાર પંડ્યા સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં હતા.

નિહાર પંડ્યાએ  ફિલ્મ મણિકર્ણિકાથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે અને જ્યારે દીપિકા પાદુકોણ અને નિહાર પંડ્યા મોડલિંગ કરતા હતા ત્યારે નિહાર દીપિકાનો બોયફ્રેન્ડ પણ રહી ચૂક્યો છે. જોકે નીતિ મોહન અને નિહાર પંડ્યાના લગ્નમાં નીતિ મોહનના પિતા હાજર રહ્યા નહોતા.

તમે જો એવું વિચારતા હો કે નીતિના પિતા નારાજ હતા અને હાજર નથી રહ્યા તો તમારો અંદાજો ખોટો છે. વાસ્તવમાં નીતિના પિતા  બિમાર હોવાને કારણે તેઓ લગ્ન માણી શક્યા નહોતા. હૈદરાબાદમાં સંપન્ન થયેલા લગ્નમાં નીતિના પિતા બ્રિજ મોહન શર્મા હાજર રહ્યા નહોતા. આ અંગે નીતિની બહેન મુક્તિ મોહને જણાવ્યું હતું કે બહેનના લગ્ન પહેલા જ પિતાની તબિયત અસ્વસ્થ હતી. તેથી તેઓ હોટેલના એક રૂમમાં આરામ કરી રહ્યા હતા. પરંતુ તેમણે મંડપમાં ન જોયા એટલે લોકોએ પૂછપરછ શરૂ કરી હતી. અમે પપ્પા માટે ડોક્ટર પણ બોલાવ્યા હતા. અને ડોક્ટરે ડેડીને હોસ્પટલ લઇ જવા માટેની સલાહ આપી હતી.

મુક્તિએ જણાવ્યું હતું કે પપ્પા 14 ફેબ્રુઆરીએ મહેંદી સેરેમનીમાં હાજર હતા. દોઢ વર્ષ અગાઉ ડેડીની તબિયત ઘણી બગડી હતી.ત્યાર બાદ તેઓ વધારે સ્ટ્રેસ નથી લઈ શકતા. તેથી જ્યારે પણ આ પ્રકારના કામ હોય ત્યારે અમારે તેમની તબિયતનું ઘણું ધ્યાન રાખવું પડે છે.

article 20192476325323573000 દીપિકાના બોયફ્રેન્ડ સાથે સિંગર નીતિ મોહને કર્યા લગ્ન, પિતા રહ્યા લગ્નથી દૂર