જુનાગઢ/ જુનાગઢ સિવિલ હોસ્પિટલની ઘોરબેદરકારી : વ્યક્તિ મરી ગયો હતો અને કહ્યું ફરાર છે

ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં મૃતક અશોક કણસાગરાનો મૃતદેહે સાચવી રાખવામાં આવ્યો હતો.

Gujarat Others
જુનાગઢ

અનેક વિવાદથી ઘેરાયેલી જુનાગઢ સિવિલ હોસ્પિટલની વધુ એક વખત ઘોરબેદરકારી સામે આવી છે. મૃતક વ્યક્તિના પરિવારજનોને અંધારામાં રાખીને હોસ્પિટલમાંથી ફરાર બતાવ્યો અને જીવિત વ્યક્તિને પરિવારજનોને મૃતક જાહેર કરતા ચકચાર મચી છે.

વધુ વિગત અનુસાર જૂનાગઢ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારીનો પડદાફાસ થયો છે. સિવિલ હોસ્પિટલમાં 502 વોર્ડ નંબરમાં આઇસોલેટ થયેલ અશોક જેઠા કણસાગરા નામના વ્યક્તિએ એસિડ પી લીધું હતું અને તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ વોર્ડમાં દાખલ થયેલ ઇવનગરનાં તુલસીદાસ મણીલાલ નામના વ્યક્તિ પણ હતા. બન્યું એવું કે અશોક કણસાગરાનાં પરિવારજનો જ્યારે તેની ખબર પૂછવા આવ્યા ત્યારે હોસ્પિટલના સ્ટાફે તે નાસી ગયો છે તેવું જણાવ્યું હતું. હકીકતમાં તારીખ 2 ના રોજ અશોક જેઠા કણસાગરા મૃત્યુ પામ્યો હતો.

જુનાગઢ

હોસ્પિટલની બેદરકારી આટલેથી અટકી નહિ. ઇવનગરનાં જે તુલસીદાસ મણીલાલ દાખલ હતા તેના પરિવારજનોને મૃતક હોવાની જાણ કરવામાં આવી હતી. હકીકતમાં અશોક કણસાગરા ને બદલે તુલસીદાસ મણીલાલ નામનો વ્યક્તિ હોસ્પિટલમાંથી નાસી છૂટેલ હતો પરંતુ તેના પરિવારજનોને તુલસીદાસ મણિલાલ મૃત્યુ પામ્યા છે. તેઓ ખોટો મેસેજ કરવામાં આવ્યો હતો. આ તમામ ઘટનાનો પર્દાફાશ પોલીસ નિવેદન લેવા પહોંચી ત્યારે થયો અને અશોક કણસાગ્રાના પરિવારજનોને બે કલાક પહેલા જ જાણ કરવામાં આવી કે તેનાં સ્વજન મૃત્યુ પામ્યા છે. ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં મૃતક અશોક કણસાગરાનો મૃતદેહે સાચવી રાખવામાં આવ્યો હતો.

જુનાગઢ

આમ જુનાગઢ સિવિલ હોસ્પિટલનાં 502 વોર્ડમાં રહેલા સ્ટાફની બેદરકારી અને જીવતા યુવાનને મૃત જાહેર કરી અને મૃતક યુવાનને જીવતા જાહેર કરનાર ડોક્ટર સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે અને આવી હાલાકીનો ભોગ બનનાર પરિવારની પણ એ જ માગ છે.

આ પણ વાંચો : ફતેપુરાનાં ભીચોર મહુડા ફળીયા પ્રાથમિક શાળામાં પીવાનું પાણી જ નથી