Borsad News/ બોરસદમાં ચૂંટણીતંત્રની બેદરકારી, EVM શાક માર્કેટ પાછળથી મળ્યા

બોરસદમાં ચૂંટણીતંત્રની બેદરકારી ઉડીને આંખે વળગે તેવી રીતે દેખી છે. જૂનાગઢ શાક માર્કેટ પાછળથી ઇવીએમ મળી આવ્યા છે. કચરાના ઢગમાંથી ઇવીએમ મળ્યા છે. 2018માં ઇવીએમ ઉપયોગમાં લેવાયા હતા.

Gujarat Others Breaking News
Beginners guide to 93 બોરસદમાં ચૂંટણીતંત્રની બેદરકારી, EVM શાક માર્કેટ પાછળથી મળ્યા

Borsad News: બોરસદમાં ચૂંટણીતંત્રની બેદરકારી ઉડીને આંખે વળગે તેવી રીતે દેખી છે. જૂનાગઢ શાક માર્કેટ પાછળથી ઇવીએમ મળી આવ્યા છે. કચરાના ઢગમાંથી ઇવીએમ મળ્યા છે. 2018માં ઇવીએમ ઉપયોગમાં લેવાયા હતા.

ઈવીએમના બે બેલેટ કચરામાંથી મળી આવ્યા હતા. આના પરથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે સરકારી અધિકારીઓ ચૂંટણી દરમિયાન કેટલી બેદરકારી દાખવે છે. ઇવીએમ કદાચ નકામા થઈ ગયા હોય તો પણ તેને આ રીતે બહાર છોડી દેવા તે કેટલા યોગ્ય છે. આ અંગે રાજ્યના ચૂંટણીપંચ પાસે તાકીદે જવાબ મંગાવવો જરૂરી છે. રાજ્યના ચૂંટણીપંચે પણ આ બાબતે સત્વરે ખુલાસો કરવો જોઈએ.

આણંદના બોરસદમાં ચૂંટણી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના જૂના શાક માર્કેટ પાછળ કચરાના ઢગમાં EVM યુનિટ મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ આ EVM વર્ષ 2018ની ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયા હતા. ત્યારે તેના ઉપયોગ બાદ હવે આ EVMના બે બેલેટ યુનિટ કચરામાં પડેલા જોવા મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ત્યારે હવે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે તમને જણાવી દઈએ કે બોરસદની જૂની શાક માર્કેટ ખાતેના કચરાના ઢગલામાં આ EVM મશીન પડેલા જોવા મળ્યા હતા. હવે તે EVM ત્યાં કેવી રીતે આવ્યા કે જાણી જોઈને ફેંકી દેવામાં આવ્યા ને લઈને બોરસદ પોલીસે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત