હત્યા/ સુરતના સચિન વિસ્તારમાં બહેનની સામે જ પાડોશી કરી ભાઈની હત્યા

સુરતના સચિનમાં બહેન સાથે ઝઘડો કરનાર પાડોશીઓને સમાધાનમાં સમજાવવા ગયેલા ભાઈની ચપ્પુના 3 ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. બચાવવા જનાર પિતરાઈને…

Gujarat Surat
હત્યા

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા દિવસે દિવસે લથડી રહી છે. જાણે લોકોને હવે કાયદાનો ડર રહ્યો નથી તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. લોકો સામાન્ય બાબતને હત્યા જેવા ભયંકર પગલું ભરવા લાગ્યા છે. ત્યારે આવામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતમાં આવેલા સચિન વિસ્તારમાં બહેન સાથે ઝગડો કરનાર પાડોશીઓને સમજાવવા જતા યુવકની છરીના એક બે નહી ત્રણ ઘા ઝિંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો એટલું જ નહીં પિતરાઈ ભાઈ ઉપર પણ છરી વડે હુમલો કરવામાં આવ્યો, જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

આ પણ વાંચો :જૂનાગઢ સક્કરબાગમાં આજથી 9 ઓક્ટો.સુધી પ્રવાસીઓને ફ્રી પ્રવેશ અપાશે

આ મામલે મળતી માહિતી અનુસાર, સચિનના સાઈનાથ સોસાયટીમાં મૂળ યૂપીની શબનમનો પરિવાર રહે છે. તેનો ભાઈ દિલબર શૌકત અલી પણ તે જ સોસાયટીમાં રહે છે. તે રોજગારીની શોધમાં યુપીથી સુરત આવ્યો હતો અને અહી બોબીન ભરવાનુ કામ કરી રહ્યો હતો. શુક્રવારના રોજ શબનમનો તેનાના પાડોશી સાથે ઝઘડો થયો હતો. તે ઝઘડો પતાવવા દિલબર શૌકત બહેનના ઘરે ગયો હતો.

આ પણ વાંચો :મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થનામાં જોડાયા, વેબસાઈટ અને પુસ્તકનું કર્યું વિમોચન

દિલબર મધ્યસ્થી કરી રહ્યો હતો  ત્યારે ઉશ્કેરાયો હતો અને આવેશમાં આવીને છરી વડે હુમલો કરી તેની હત્યા કરી હતી , સાથે ઝગડાની વચ્ચે પડેલા અન્ય એક પિતારાઈ ભાઈ ઉપર પણ હુમલા કરાતા તેને પણ ગંભીર ઈજા પહોંચી છે જો કે તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :ગોધરા નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય પટેલ અધિકારી છે કે ભાજપના કાર્યકર્તા છે ?

ઘટના જાણ થતા તુરંત પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી જે બાદ તપાસનો ધમધમાટ શરૂ કરતા પોલીસ મૃતદેહનો કબ્જે મેળવી તેને પીએમ અર્થે મોકલી આપ્યો હતો જ્યારે આરોપી પાડોશી ફરાર થઈ જતા તેને પણ શોધવા માટે તજવીજ હાથ ધરી છે. પોલીસે હત્યામાં ઉપયોગ લેવામાં આવેલી છરી અને અન્યા સાક્ષીઓના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : રણુજાથી દર્શન કરીને પરત ફરી રહેલા ચાર મિત્રોના અકસ્માતમાં મોત