new education policy 2020/ નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટેના ચક્રો ગતિમાનઃ ટૂંક સમયમાં થશે જાહેરાત

ગુજરાત સરકાર નવી શિક્ષણ નીતિના અમલીકરણને આખરી ઓપ આપી રહી છે. તેના અમલીકરણ માટેના ચક્રો ગતિમાન થઈ ચૂક્યા છે. આ શિક્ષણ નીતિને નવા નાણાકીય વર્ષથી અથવા તો નવા શૈક્ષણિક વર્ષથી અમલી બનાવવામાં આવી શકે છે. 

Top Stories Gujarat
New Education Policy
  • કોઈપણ નીતિનિયમો વગર ચાલતી પ્રી-સ્કૂલ પર નવા નિયમોના લીધે તોળાતો ખતરો
  • નવી જોગવાઈથી શાળાઓને પ્રી-સ્કૂલના વર્ગો શરૂ કરવા માટે મંજૂરી મળતા મોટું માર્કેટ મળશે
  • નવી જોગવાઈ મુજબ છ વર્ષ પૂરા કરનારા બાળકોને જ પહેલા ધોરણમાં પ્રવેશ મળશે

ગાંધીનગરઃ ગુજરાત સરકાર નવી શિક્ષણ નીતિના New Education Policy અમલીકરણને આખરી ઓપ આપી રહી છે. તેના અમલીકરણ માટેના ચક્રો ગતિમાન થઈ ચૂક્યા છે. આ શિક્ષણ નીતિને નવા નાણાકીય વર્ષથી અથવા તો નવા શૈક્ષણિક વર્ષથી અમલી New Education Policy બનાવવામાં આવી શકે છે.  આ નવી શિક્ષણ નીતિ મુજબ બાલવાટિકાના વર્ગો શરૂ કરવામાં આવશે. જુનિયર કેજી, સીનિયર કેજી બાદ બાલવાટિકા હશે. શિક્ષણ વિભાગ દ્વારા ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.

રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં બાલવાટિકામાં New Education Policy નવા વર્ગો શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર આંગણવાડીમાં પણ બાલવાટિકાના વર્ગો શરૂ કરશે. આ વર્ષે સિનિયર કેજી પાસ કરનારા બાળકને ફરજિયાત બાલવાટિકામાં પ્રવેશ મેળવવો પડશે. નવી શિક્ષણ નીતિ અનુસાર છ વર્ષ પૂરા થયા હોય તેવા બાળકોને જ પહેલા ધોરણમાં પ્રવેશ મળશે. આ બાબતે સરકાર, શિક્ષણવિદ, શાળા સંચાલકો, શિક્ષણ સંઘની સાથે બેઠકોનો દોર જારી છે.

અત્યારે એટલું સ્પષ્ટ છે કે રાજ્ય સરકાર નવી શિક્ષણ નીતિના અમલીકરણને New Education Policy લઈને તત્પર છે. આ નીતિમાં સૂચવવામાં આવેલા કેટલાક સૂચનોનું અમલીકરણ થવા જઈ રહ્યું છે. આ દિશામાં તબક્કાવાર ધોરણે જુદી-જુદી જાહેરાતો થઈ રહી છે.  તેના પ્રથમ પગલા તરીકે નવી પહેલા 2023ના નવા શૈક્ષણિક સત્રથી અમલમાં આવશે. આ પહેલ મુજબ શિક્ષણના જૂના માળખાના બદલે 5+3+3+4નું માળખુ અમલમાં રહેશે.

આમા પાયાના પાંચ વર્ષ એટલે કે તેને પ્રી-સ્કૂલ કહો, પ્લે ગ્રુપ કહો કે આંગણવાડી કહો અને બીજા બે વર્ષ એટલે કે પહેલું અને બીજું ધોરણ. તેના પછી ધોરણ ત્રણથી પાંચ અને ધોરણ ત્રણથી આઠ જેને માધ્યમિક ગણવામાં આવે છે. તેના પછીના ચાર વર્ષ ધોરણ નવથી બારના છે. આમ નર્સરી, જુનિયર કેજી અને સીનિયર કેજી શાળાકીય શિક્ષણનો ભાગ જ બનશે, તેને અલગ નહી ગણવામાં આવે.

આના પગલે હવે જે પ્રી-સ્કૂલ કે પ્લે ગ્રુપ ખાનગી ધોરણે ચાલતા હતા અને તેમને સરકારની કોઈ મંજૂરી લેવી પડતી ન હતી, તેમને સરકારના કોઈ નિયમ લાગુ પડતા ન હતા તેઓએ હવે સરકારની મંજૂરી લેવી જરૂરી બનશે અને સરકારી નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે. તેઓ કદાચ સ્વતંત્ર રીતે પોતાનો અભ્યાસક્રમ પણ નક્કી નહી કરી શકે અને ગુજરાતમાં જે ફી નિયંત્રણનો કાયદો છે તે મુજબ કદાચ ફી પણ સરકારની મંજૂરી વગર નક્કી નહી કરી શકે.

પ્રી-સ્કૂલ સંસ્થાઓની નોંધણી અને એમની મંજૂરી માટે વ્યવસ્થા ગોઠવવા એક કમિટીની રચના કરવામાં આવી છે. થોડા સમયમાં આ આખું માળખું તૈયાર થઈ જશે. હવે આ નિર્ણય આવતાં ગુજરાતમા ચહલ-પહલ શરૂ થઈ ગઈ. એક બાજુ કેટલાક વાલીઓએ સરકારને આવેદન રજૂ કર્યું. આ વાલીઓનાં બાળકોએ  પાંચ વર્ષ પૂરા કર્યાં  છે અને 2023માં જૂના માળખા પ્રમાણે તેઓને પહેલા ધોરણમાં પ્રવેશ મળી શકે. પરંતુ નવું માળખું આવતાં એમને પહેલા ધોરણમાં છ વર્ષ પૂરાં થાય પછી જ પ્રવેશ મળી શકે, માટે વાલીઓ ચિંતામાં આવ્યા છે કે એમનાં બાળકોએ શું કરવાનું? શું સિનિયર કેજીમાં ફરી એક વર્ષ વિતાવવાનું અને ફરી ફી ભરવાની? જો એક વર્ષ ક્યાંય ન ભણે અને રાહ જુએ તો શું એક વર્ષ પછી શાળા એમને ઍડ્મિશન આપશે?

એક બાજુ વાલીઓમાં ચિંતા પેઠી છે તો  બીજી તરફ નાનાં મકાનોમાં ચાલતાં ખાનગી પ્લે-ગ્રુપ પણ ચિંતિત છે. એમને કેવા નિયમો લાગુ થશે? શું ફી ઓછી કરવી પડશે? જો આમ થશે તો એમને પ્લે-ગ્રુપ ચલાવવાં પરાવડશે ખરાં? નવી શિક્ષણ નીતિ અનુસાર શિક્ષકો પાસે બાળ શિક્ષણને લગતી ચોક્કસ લાયકાત અથવા તાલીમ જરૂરી રહેશે. અહી ફરી પછી મુશ્કેલી ઊભી થશે. ખાનગી પ્લે-ગ્રૂપમાં ઘણી જગ્યાઓએ તાલીમ પામેલા શિક્ષકો હોતા નથી, તો શું તેઓ સરકારમાં રજિસ્ટર્ડ નહીં થઈ શકે? તાલીમ પામેલા શિક્ષકો પર ભાર મૂકવામાં આવશે તો શું આપણી પાસે એવા શિક્ષકો છે ખરા?

એટલી સંસ્થાઓ કે એવા અભ્યાસક્રમો છે ખરા જે બાલમંદિર માટે શિક્ષકોને મોટા પાયે તાલીમ કે શિક્ષણ આપી શકે? આની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા અમલમાં મૂકવી પડશે અથવા કદાચ કામચલાઉ ધોરણે થોડી છૂટછાટ અપાય એવું બને. જો આમ ન થાય તો અત્યારે જેઓ પ્લે-ગ્રૂપમાં કોઈ પણ લાયકાત વગર કામ કરે છે તેમની નોકરી સામે ખતરો આવે.

બીજી એક એવી પરિસ્થિતિ ઊભી થશે, જેમાં શાળાઓ પોતે જ ત્રણ વર્ષે પ્રવેશ આપવાનું શરૂ કરે. અત્યારે પણ ઘણી શાળાઓ ત્રણ વર્ષે પ્રવેશ આપી જુનિયર કેજી થી અભ્યાસ ચાલુ કરે જ છે, પણ હવે એ શિક્ષણના માળખાનો ભાગ બનતાં મોટાપાયે શરૂ થઈ શકે, તો જે ખાનગી સંસ્થાઓ માત્ર પ્લે-ગ્રુપ ચલાવે છે, એમનું માર્કેટ છીનવાઇ જશે, તો શું તેઓ શાંત બેસી તમાશો જોયા કરશે? કે વિરોધ ઉઠાવશે? અત્યારે આ સંસ્થાઓની કોઈ જગ્યાએ નોંધણી નથી. એટલે રાજ્ય સરકારને એની સંખ્યા, માળખા કે કુલ બિઝનેસ વોલ્યુમ વિષે કોઈ ચોક્કસ માહિતી નથી. આ સંસ્થાઓનું કોઈ ફોર્મલ – નોંધાયેલું  ઍસોસિયેશન પણ નથી. એમના અનૌપચારિક સંગઠન થકી તેઓ કેટલી લડત આપી શકે એ કહેવું મુશ્કેલ છે.

આ પણ વાંચોઃ

Limbadi Rajkot Highway Accident/ લીંબડી-રાજકોટ હાઇવે બન્યો મોતનો હાઇવેઃ ગોઝારા અકસ્માતમાં ચારના મોત

Tejas Landing/ INS વિક્રાંત પર તેજસ જેટનું લેન્ડિંગ: ભારતની અદભુત સફળતા

Turkey Earthquake-Plate/ શા માટે તુર્કીમાં વારંવાર ભૂકંપ આવે છે?