સુરત/ સચિન GIDC પોલીસનો વ્યાજખોરોનો આતંક ડામવા નવતર પ્રયોગ

સુરતમાં વ્યાજખોરોને નિયંત્રણ કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સચિન GIDC પોલીસે વ્યાજખોરોના આતંકને ડામવા નવતર પ્રયાસ હાથ ધર્યો.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 06 25T150006.188 સચિન GIDC પોલીસનો વ્યાજખોરોનો આતંક ડામવા નવતર પ્રયોગ

સુરતમાં વ્યાજખોરોને નિયંત્રણ કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સચિન GIDC પોલીસે વ્યાજખોરોના આતંકને ડામવા નવતર પ્રયાસ હાથ ધર્યો. જે અંતર્ગત જુદા જુદા સ્થાનો લોકોને જાગૃત કરવા મોટા બેનરો લગાવવામાં આવશે. જેમાં સામાન્ય માહિતીથી અજાણ લોકો લાલચમાં આવી વ્યાજખોરોની ચુંગલમાં ના ફસાય તેની માહિતી આપવામાં આવશે.

વ્યાજખોરોના ત્રાસથી સામાન્ય માણસ વધુ પરેશાન છે. કેટલાક સંજોગોમાં વ્યાજખોરોના વધુ પડતા ત્રાસના કારણે લોકો આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરતા હોય છે. આથી ભોળા લોકોને જાગૃત કરવા સચિન GIDC પોલીસે વ્યાજ ખોરો વિરૂદ્ધ સતર્કતા અભિયાન હાથ ધર્યું. ખાસ કરીને શ્રમિકો વધુ માહિતીના અભાવે વ્યાજખોરોની ચુંગલમાં ફસાય છે. આવા લોકો આખી જીંદગી કમાણી કરે તો પણ વ્યાજખોરોના ચુંગલમાંથી બહાર આવતા નથી. આથી સચિન GIDC પોલીસ પોલિસ સ્ટેશન વિસ્તારમાં બેનર લગાડી જાગૃતતા લાવવા પ્રયાસ કરશે. આ સિવાય સાયકલ પર બેનર પોસ્ટર લગાડી લોકોને જાગૃક કરવા પ્રયાસ કરાઈ રહ્યા છે. આ પહેલ અંતર્ગત વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનનારા પોલીસ સ્ટેશનમાં અરજી કરી શકશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા, ખેડૂતોમાં ખુશીની લહેર

આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર

આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ