Not Set/ પં.બંગાળમાં BJP-TMCનાં “વેરનાં વાવેતર”માં નવી કુંપણ ફૂંટી, દીદી – BJP ફરી આમને સામને

પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણીનાં તમામ તબક્કામાં ભરપૂર હિંસાના બનાવો જોવા મળીયા હતા. પં.બંગાળમાં ભાજપ મમતા બેનરજીનો ગઢ કોઇ પણ ભોગે તોડવા મરણીયુ જોવા મળી રહ્યું હતું, તો મમતા દીદી ગઢ બચાવવા માટે મરણીયા જંગમાં મેદાને ઉતરીયા હતા. લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ અને TMC તમામ મોરચે કાટાની ટક્કરમાં જોવા મળીયા અને હુમલા તો ઠીક છે હત્યાઓ […]

Top Stories India
mamata bjp office પં.બંગાળમાં BJP-TMCનાં "વેરનાં વાવેતર"માં નવી કુંપણ ફૂંટી, દીદી - BJP ફરી આમને સામને

પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણીનાં તમામ તબક્કામાં ભરપૂર હિંસાના બનાવો જોવા મળીયા હતા. પં.બંગાળમાં ભાજપ મમતા બેનરજીનો ગઢ કોઇ પણ ભોગે તોડવા મરણીયુ જોવા મળી રહ્યું હતું, તો મમતા દીદી ગઢ બચાવવા માટે મરણીયા જંગમાં મેદાને ઉતરીયા હતા. લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ અને TMC તમામ મોરચે કાટાની ટક્કરમાં જોવા મળીયા અને હુમલા તો ઠીક છે હત્યાઓ પણ થઇ હતી. ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે, દીદીનાં ગઢમાં ગાબડા પડી ગયા છે અને ભાજપે દેશની ધૂરા ફરી જ્વલંત વિજય સાથે સાંભાળી લીધી છે.

modi mamata પં.બંગાળમાં BJP-TMCનાં "વેરનાં વાવેતર"માં નવી કુંપણ ફૂંટી, દીદી - BJP ફરી આમને સામને

પરંતુ ચૂંટણી દરમિયાન ભાજપ અને તૃણામુલ વચ્ચે થયેલા “વેરના વાવેતર” માં નવી કુપણ ફૂ્ંટી હોય તેમ ટી.એમ.સી. અને ભાજપ એક કાર્યાલય મામલે ફરી આમને સામને જોવા મળી રહ્યા છે.

mamata bjp office1 પં.બંગાળમાં BJP-TMCનાં "વેરનાં વાવેતર"માં નવી કુંપણ ફૂંટી, દીદી - BJP ફરી આમને સામને

 

ગત દિવસોમાં  પં.બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ ઉત્તર 24 પરગણાં જિલ્લાના નૈહાટીની મુલાકાત લીધી હતી. ત્યારે નૈહાટીમાં મમતા દીદી દ્રારા ભાજપનાં એક કાર્યાલયનું હાથેથી તાડૂ તોડી કબજો પોતાની પાસે પાછો લેવામાં આવ્યો હતો. અને આટલું આપુરતુ હોય તેમ કાર્યાલયની ભગવા કલરની દિવાલોને કાળા રંગથી રંગી દીદીએ પોતે જ પોતાનાં હાથે ત્યા તૃણામુલનુંં નિશાન પણ ચિતર્યું હતું. આપને જણાવી દઇએ કે કથીત રૂપથી TMC દ્રારા એવો દાવો કરવામા આવ્યો હતો કે આ ઓફિસ તૃણામુલ નેતા દિનેશ ત્રિવેદીની હતી અને ભાજપનાં સાંસદ અર્જુન સિંહનાં સમર્થકો દ્રારા આ ઓફિસ પરલ કથિત રીતે અવેધ રૂપે કબજો કરી લેવામાં આવ્યો હતો.