Not Set/ આજે લોન્ચ થશે નવી મારુતિ અર્ટીગા, આ હોઈ શકે છે કિંમત, 4 અઠવાડિયાનું વેઇટિંગ

નવી મારુતિ અર્ટીગા આજે લોન્ચ થવા જઈ રહી છે. સેકન્ડ જેનરેશન MPVની અનુમાનિત કિંમત અંદાજે 6.89 લાખ હોઈ શકે છે જયારે સૌથી મોંઘુ મોડેલ 10.89 લાખનું હોઈ શકે છે અને સૌથી ઓછા ભાવનું ઓટોમેટિક મોડેલ 8.45 લાખનું હોઈ શકે છે. નવા મારુતિ મોડેલ દેખાવમાં ઘણી મોર્ડન લાગે છે. હેડલેમ્પ્સ, વ્હીલ્સ, ટેલ લેમ્પ્સમાં ફેરફાર છે. આ […]

Top Stories India
maruti આજે લોન્ચ થશે નવી મારુતિ અર્ટીગા, આ હોઈ શકે છે કિંમત, 4 અઠવાડિયાનું વેઇટિંગ

નવી મારુતિ અર્ટીગા આજે લોન્ચ થવા જઈ રહી છે. સેકન્ડ જેનરેશન MPVની અનુમાનિત કિંમત અંદાજે 6.89 લાખ હોઈ શકે છે જયારે સૌથી મોંઘુ મોડેલ 10.89 લાખનું હોઈ શકે છે અને સૌથી ઓછા ભાવનું ઓટોમેટિક મોડેલ 8.45 લાખનું હોઈ શકે છે.

નવા મારુતિ મોડેલ દેખાવમાં ઘણી મોર્ડન લાગે છે. હેડલેમ્પ્સ, વ્હીલ્સ, ટેલ લેમ્પ્સમાં ફેરફાર છે. આ નવું મોડેલ વધુ સ્પેશીયશ કેબીન છે અને એમાં ટચસ્ક્રીન ઇન્ફોટેમેન્ટ યુનિટ, કુલડ ગ્લોવ કમ્પાર્ટમેન્ટ પણ હશે.

ડીઝલ વર્ઝનમાં કોઈ ફેરફાર નહી હોય જયારે પેટ્રોલ વેરીએન્ટમાં નવું 1.5 લીટરનું એન્જીન હશે. બંને ફયુલ મોડેલમાં SHVS  માઈલ્ડ હાયબ્રીડ ટેકનોલોજી હશે.

જૂનાં મોડેલના 1.4 લીટર એન્જીનનાં 95 PS અને 130 Nm peak torque સામે નવાં પેટ્રોલ મોડેલનું એન્જીન પર્ફોર્મન્સ 105 PS અને 138 Nm peak torque નું રહેશે. મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે પેટ્રોલ વર્ઝનની માઈલેજ 19.34 kmpl ની હશે જયારે ઓટોમેટિક ગીઅરબોક્સ સાથે 17.5 kmpl ની માઈલેજ મળશે. નવી મારુતિ અર્ટીગાનું ડીઝલ વર્ઝન ARAI ટેસ્ટ મુજબ 25.47 kmpl ની માઈલેજ આપશે.

ડીલર્સનું કહેવું છે કે આ ગાડી માટે ચાર અઠવાડિયાનું વેઈટીંગ જોવા મળી રહ્યું છે.

નવી મારુતિ અર્ટીગા પ્રાઈસ લીસ્ટ (અંદાજીત કિંમત)

New Ertiga Lxi – 6.89 Lakh

New Ertiga Vxi – 7.85 Lakh

New Ertiga Vxi AT – 8.75 Lakh

New Ertiga Zxi – 8.45 Lakh

New Ertiga Zxi AT – 9.25 Lakh

New Ertiga Zxi + – 8.99 Lakh

New Ertiga Ldi – 8.99 Lakh

New Ertiga Vdi – 9.89 Lakh

New Ertiga Zdi – 10.25 Lakh

New Ertiga Zdi+ – 10.89 Lakh