New twist/ વડોદરા સામૂહિક આપઘાત કેસમાં નવો વળાંક, જ્યોતિષીઓએ 32 લાખ ખંખેરી લીધા, 9 સામે ગુનો દાખલ

ભાવિન સોનીનાં નિવેદન નોંધ્યા બાદ કેસમાં  નવો વળાંક આવ્યો હતો.આર્થિક તંગીથી કંટાળી અને પરિવાર કેટલાક જ્યોતિષીઓના ફસાયો હતો અને આ જ્યોતિષીઓએ તેમની મુસીબતનો ફાયદો ઉઠાવી

Top Stories Gujarat
bhavin soni વડોદરા સામૂહિક આપઘાત કેસમાં નવો વળાંક, જ્યોતિષીઓએ 32 લાખ ખંખેરી લીધા, 9 સામે ગુનો દાખલ

વડોદરા સામૂહિક આપઘાત  કેસમાં ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે.પહેલા તો હોસ્પિટલમાં સારવાર પછી ભાનમાં આવ્યા બાદ ગુસ્સામાં પુત્રવધુ પોતાના જ ગાલ પર લાફા માર્યા હતા, તેમજ સાસુને પણ હોસ્પિટલના સ્ટાફ પર ગુસ્સો કર્યા હોવાનું અને પોતાનો તનાવ બહાર કાઢ્યો હોવાનો સામે આવ્યું હતું.જ્યારે પોલીસ તપાસ દરમિયાન વડોદરા સામુહિક આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, પોલીસે બચી ગયેલાં ભાવિન સોનીનું નિવેદન નોંધ્યું હતું,અત્યાર સુધી એવું માનવામાં આવી રહ્યું હતું કે આર્થિક તંગીના કારણે આ પરિવારે આ પગલું ભર્યું હશે, પરંતુ ભાવિન સોનીનાં નિવેદન નોંધ્યા બાદ કેસમાં  નવો વળાંક આવ્યો હતો.આર્થિક તંગીથી કંટાળી અને પરિવાર કેટલાક જ્યોતિષીઓના ચક્કરમાં ફસાયો હતો, અને આ જ્યોતિષીઓએ તેમની મુસીબતનો ફાયદો ઉઠાવીને નાણાં ખંખેરી લીધા હોવાનું સામે આવ્યું છે.

Suicide Case / આયેશા પતિને ફોન કરતી પરંતુ તે ન ઉપાડતો,પોલીસે આરીફનો મોબાઈલ તેના બનેવીના ઘરેથી કર્યો કબજે, સામે આવશે સત્ય

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે આ પરિવાર આર્થિક તંગીના કારણે અંધશ્રદ્ધા અને જ્યોતિષીઓનાં ચક્કરમાં ફસાયો હતો. જુદા-જુદા જ્યોતિષીઓએ પરિવાર પાસેથી 32 લાખ ખંખેર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.ભાવિન પાસેથી નિવેદન મેળવ્યા બાદ અમદાવાદ-વડોદરાનાં 9 જ્યોતિષીઓ સામે પોલીસે  સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો, કે તેઓએ આ પરિવારનેસંકળામણમાંથી બહાર કાઢવાનાં નામે નાણાં ખંખેર્યા હતા.આ અગાઉ સોસાયટીના રહીશો તરફથી જાણવા મળતી વિગતો મુજબ નરેન્દ્ર સોનીના 2 માળના મકાનનો તાજેતરમાં અશોક ગજ્જર નામના વ્યક્તિ સાથે સોદો થયો હતો અને 1 મહિનાથી અશોક ગજ્જર અવાર નવાર મકાનમાં આવતા પણ હતા. જો કે આ મકાન પર નરેન્દ્ર સોનીએ લીધેલી લોનબાકી હોવાથી મકાનનો દસ્તાવેજ થઇ શકયો ન હતો જેથી પણ તેઓ ટેન્શનમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું .મધ્યમવર્ગના સોની પરિવારે કેમ આવું પગલું ભર્યું તેની પોલીસે તપાસ શરુ કરી હતી.આ તપાસના તાર જ્યોતિષીઓ સુધી પહોંચ્યા હતા.

Bollywood / કુખ્યાત ગેંગસ્ટર જુસબ અલારખાની ધરપકડ કરનાર ગુજરાત ATSની ચાર મહિલા કર્મીઓ પર બનશે ફિલ્મ

જ્યારે ગઈકાલે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલી પુત્રવધુ અને તેની સાસુ પોતાની જાત પર ગુસ્સો વ્યકત કરતા જોવા મળ્યા હતા. પોતે બચી જઇને જાણે કે ભુલ થઇ ગઇ છે કે કે પછી આ ખોટુ કૃત્ય આચર્યું હતું કે પછી પશ્ચાતાપ થઇ રહ્યો હતો તે સમજી શકાતુ ન હતું,પણ પુત્રવધુ ઉર્વી હોસ્પિટલમાં પોતાના ગાલ પર જ તમાચા મારતી જોવા મળી રહી હતી જયારે સાસુ દિપ્તી બેન પણ હોસ્પિટલના સ્ટાફ પર પોતાનો ગુસ્સો વ્યકત કરતા જોવા મળ્યા હતા. જે સ્ટાફ તેમને બચાવવાના પ્રયાસ કરતો હતો તે સ્ટાફ પર ગુસ્સો વ્યકત કરીને તેઓ પોતાનું ફસ્ટ્રેશન વ્યકત કરતા જોવા મળ્યા હતા. સ્ટાફ નજીક આવે તો ગુસ્સો કરતા હતા. જો કે સ્ટાફે બંનેને કન્ટ્રોલ કર્યા હતા.

સાસુ દીપ્તિબેન અને પુત્રવધૂ ઉર્વીબેન વેન્ટિલેટર પર છે.

Political / ગુજરાત સરકારના બજેટ ઉપર કોંગ્રેસની માર્મિક ટકોર કહ્યું, -રૂપિયો ક્યાંથી આવશે?

આર્થિક સંકડામણમાં આવેલા સોની પરિવારે પોતાની કાર અને બાઇક તથા મોપેડ તથા સાયકલ પણ વેચી દીધી હોવાનું પાડોશીઓ તરફથી જાણવા મળ્યું હતું. પરિવારે સ્કૂલમાં જતી દીકરીની સાયકલ 500 રુપીયામાં વેચી હોવાનું પણ જાણવા મળ્યું હતું. નરેન્દ્ર સોનીનો મૂળ વ્યવસાય ઇમિટેશન જ્વેલરીનો હતો. તેઓની મંગળબજારમાં માલિકીની દુકાન પણ હતી. પરંતુ, વ્યવસાય સારો ચાલતો ન હોવાથી તેઓએ પોતાની જ દુકાનમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનો વ્યવસાય શરૂ કર્યો હતો. તે ધંધો પણ ન ચાલતા મંગળબજારની દુકાન વેચીને સમા અભિલાષા ચાર રસ્તા ઉપર પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ વેચવાનો વ્યવસાય શરૂ કર્યો હતો. પરંતુ, તે ધંધો પણ ન ચાલતા આખરે ધંધો બંધ કરી દીધો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…