Ahmedabad/ 31stને લઈને લેવાયો આ નિર્ણય આ રીતે કરવી પડશે ઉજવણી

નવા વર્ષની ઉજવણી નહીં થાય, શહેરમાં રાત્રીના 09:00 વાગ્યા પછી કર્ફ્યુની કડક અમલવારી અમદાવાદ

Ahmedabad Top Stories Gujarat
kite festival 2 31stને લઈને લેવાયો આ નિર્ણય આ રીતે કરવી પડશે ઉજવણી

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ

 

  • નવા વર્ષની ઉજવણી નહીં થાય, શહેરમાં રાત્રીના 09:00 વાગ્યા પછી કર્ફ્યુની કડક અમલવારી
  • શહેર પોલીસ 31 ડીએમ્બરના રાત્રીના 09:00 વાગ્યા પછી કર્ફ્યુની કડક અમલવારી કરાવશે..
  • રાત્રીના 09:00 વાગ્યા પછી અમદાવાદ શહેરમાં પ્રવેશ સંદર્ભે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે…
  • શહેરીજનોને રાત્રીના 09:00 વાગ્યા પછી ઘરમાં રહેવાનું આહવાન શહેર પોલીસ દ્વારા કરાયું…

કોરોના કાળમાં નવા વર્ષ 2021 ની તમામ પ્રકારની ઉજવણી ઉપર શહેર પોલીસે પ્રતિબંધ લાદી દીધો છે 31 ડિસેમ્બરની ઉજવણી ઉપર નહીં કરવા માટે શહેર પોલીસે જાહેરાત કરી છે. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનાની 31 તારીખે રાત્રીના 12:00 વાગ્યે શહેરીજનો નવા વર્ષને આવકારતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસના કહેરના પગલે નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે નહીં. તદુપરાંત શહેરમાં રાત્રીના 09:00 વાગ્યાથી કર્ફ્યુ ની કડક અમલવારી શહેર પોલીસ કરાવશે.

સામાન્ય વર્ષોમાં 31 ડિસેમ્બરની ઉજવણી લોકો ખુબ જ હર્ષોઉલ્લાસ સાથે કરતા હોય છે પરંતુ હાલની પરિસ્થતિને ધ્યાને જોતા શહેર પોલીસે તમામ નવા વર્ષ દરમ્યાન યોજાનારા ડીજે પાર્ટી તથા અન્ય તમામ પ્રકારના સેલિબ્રેશન ઉપર રોક લગાવી દીધી છે. એસજી હાઇવે ઉપર આવેલા તમામ પાર્ટીપ્લોટ તથા આયોજકો સાથે પોલીસે બેઠક યોજીને જાણ પણ કરી દીધી છે કે આ  વર્ષે કોઈ પણ પ્રકારની પાર્ટી કે સેલિબ્રેશનના આયોજન કરવામાં આવશે નહીં. અને જો નિયમોનું ઉલ્લઘંન થશે તો કાયદાકીય પગલાં ભરવામાં આવશે તેવી જાણ પણ પોલીસ વિભાગ દ્વારા કરાઈ છે.

દર વર્ષ કરતા આ વર્ષની 31 ડિસેમ્બરની ઉજવણી કંઈક જુદી જ હશે, સાથે સાથે આ વર્ષે કાયદાનું પાલન કરાવવા માટે કડકાઈથી પણ વર્તે તો નવાઈની વાત નથી. બીજી તરફ પોલીસ વિભાગ તરફથી પણ વધારાનો પોલીસ સટાફ અમદાવાદ શહેરમાં તૈનાત કરી દેવામાં આવશે. ઉપરાંત શહેરના એસજી હાઇવે તથા સીજીરોડ ઉપર કોઈ પણ પ્રકારની ઉજવણી નહીં કરવા માટે શહેર પોલીસે આહવાન કર્યું છે.

અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બરના રોજ દારૂ પીને છાકટા બનીને ફરનારના નબીરાઓને અત્યાર સુધુ બ્રેથએનેલાઇઝર વડે ચેક કરવામાં આવતા હતા પરંતુ કોરોના વાયરસના લીધે આ વખતે પોલીસ શંકાસ્પદ વ્યક્તિઓને સીધા જ મેડિકલ માટે મોકલી આપવામાં આવશે અને જો દારૂ અથવા કોઈપણ નશીલા પદાર્થનું સેવન કરેલું હશે તો કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો